રજનીકાંતની ૧૭૩મી ફિલ્મ કમલ હસન પ્રોડ્યુસ કરશે
રજનીકાંતની થલાઇવર સુંદર સી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે
આ ફિલ્મ પોંગલ ૨૦૨૭માં રિલીઝ થશે. રજનીકાંત જેલર ૨ પુરી કરી લે પછી આ ફિલ્મનું શૂટ શરૂ થશે
મુંબઈ, તમિલ સિનેમાના બે લીડેજન્ડ્ઝ રજનીકાંત અને કમલ હસન ચાર દાયકા ફરી એકસાથે આવી રહ્યા છે. આ સાથે જ થલાઇવર અને ઉલ્ગા નાયગનમાં બે હિરો એકસાથે આવવાના હોવાની ચર્ચાઓ પણ લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે રાજકમલ સ્ટુડિયોએ જાહેરાત કરી છે કે તેમની આવનારી મોટી ફિલ્મ થલાઇવર૧૭૩ હશે.
આ રજનીકાંતની ૧૭૩મી ફિલ્મ યતે અને તે કમલ હસન પ્રોડ્યુસ કરશે. જ્યારે સુંદર સી આ ફિલ્મ ડિરેક્ટ કરશે. આ પહેલાં રજનીકાંત અને સુંદર સી.એ ૧૯૯૭માં અરુણાચલમમાં સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કયા વિષય પર આધારીત છે, તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આ ફિલ્મ એક બિલકુલ મસાલા ફિલ્મ હશે, તે નક્કી જ છે. આ અંગે જાહેરાત કરતા કમલ હસને કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તેમાંથી એક તસવીરમાં તે રજનીકાંત સાથે દેખાય છે.
કમલ હસને એક્સ પર લખ્યું હતું, “હવાની જેમ, વરસાદની જેમ, નદીની જેમ. અમે વરસીશું, અમે મજા કરીશું અને અમે જીવીશું. રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન, સુંદર સી. દ્વારા ડિરેક્ટેડ, તેમાં હશે વહાલા મિત્ર સુપર સ્ટાર રજનીકાંત થલાઇવર૧૭૩ પોંગલ૨૦૨૭.”કમલ હસન દ્વારા જાહેર કરાયેલા ઓફિશીયલ નિવેદન મુજબ, “કમલ હસનના રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલના બેનર હેઠળ બનનારી આ મોટી ફિલ્મ થલાઇવર ૧૭૩માં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલ કરશે, સુંદર સી. ડિરેક્ટ કરશે.”
આગળ આ નિવેદનમાં કહેવાયું છે, “આ મોટું જોડાણ બે દિગ્ગજોને માત્ર સાથે જ નથી લાવતું સાથે તેમની ૫૦ દાયકાની દોસ્તી અને ભાઈબંધીને પણ ઉજવે છે, રજનીકાંત અને કમલ હસન વચ્ચેનો સંબંધ પેઢીઓથી કલાકારો અને દર્શકોને પ્રેરિત કરતો રહ્યો છે. રાજકમલ ફિલ્મ્સના ૪૪ વર્ષ નિમિત્તે થલાઇવર૧૭૩માં રજનકાંતની પ્રભાવશાળી હાજરી સાથે સુંદર સી.નું ડિરેક્શન એક યાદગાર પ્રોડક્શન બની રહેશે, જે કમલ હસન અને આર.મહેન્દ્રન દ્વારા આકાર લેશે.”આ ફિલ્મ પોંગલ ૨૦૨૭માં રિલીઝ થશે. રજનીકાંત જેલર ૨ પુરી કરી લે પછી આ ફિલ્મનું શૂટ શરૂ થશે. આ સિવાય તે બંને કોઈ અન્ય ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યા હોવોના અહેવાલો છે.ss1
