AMCએ PR એજન્સીની નિમણૂંક કરીઃ દર મહિને રૂ. ૩.૯૫ લાખ ચૂકવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને પી.આર. એજન્સીની નિમણૂંક કરી -મ્યુનિ. કોર્પાેરેશનના વારસા અને ઉપલÂબ્ધઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર લઈ જવા પી.આર. એજન્સી મદદરૂપ બનશે: દેવાંગ દાણી
(પ્રતિનિધી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે.માં રાજ્ય સરકારના ધોરણે પબ્લીક રીલેશન એજન્સીની નિમણૂંક કરવામાં આવશે. જેના માટે દર મહિને રૂ. ૩.૯૫ લાખ ચૂકવાશે. શહેરના વિકાસ, સ્વચ્છતા સહિતની બાબતોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર લઈ જવા માટે આ એજન્સીની ભૂમિકા મહત્વની રહેશે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ પીઆર એજન્સીની નિમણૂંક થવાથી એએમસીના તમામ ઝોન અને વિભાગોની માહિતી એક એકીકૃત મીડિયા પ્લેટફોર્મ ઉપર સંકલિત થવાથી સંદેશા વ્યવહાર વધુ સંકલિત અને અસરકારક બનશે. એએમસી દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ વેશની માહિતી ઝડપથી અને યોગ્ય સમયે મીડિયા સુધી પહોંચશે અને તેના થકી નાગરિકો સુધી તેનો સમયસર પ્રચા-પ્રસાર કરી શકાશે.
એક અનુભવી કોન્ટેન્ટ રાઈટર્સની ટીમ દ્વારા એએમસીના મહત્વપૂર્ણ કાર્યક્રમો, યોજનાઓ, વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજ્ક્ટસ, પ્રવાસન પ્રોજેક્ટ્સ વગેરે વિશે ગુણવત્તાયુક્ત પ્રેસ રીલીઝ, મીડિયા નોટ્સ, પ્રેસ આર્ટિકલ્સ, ફીચર આર્ટિકલ્સ લખવામાં આવશે. સરકાર પટેલ સ્પોટ્ર્સ કોન્કલેવ અને વીર સાવરકર સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ સાથે અમદાવાદમાં સ્પોટ્ર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
આગામી સમયમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટસ ઈવેનટ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે, ત્યારે પીઆર એજન્સીના માધ્યમથી આ કાર્યક્રમોનો સુવ્યવસ્થિત પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે એએમસીની ઉપસ્થિતિને મજબૂત બનાવશે. કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોને યોગ્ય અને સાચી માહિતી પહોંચાડવા માટે પીઆર એજન્સી થકી તાત્કાલિક મીડિયા સપોર્ટ મળશે.
એએમસીની વેબસાઈટ અને ડિજિટલ ચેનલો માટે સમૃદ્ધ અને અપડેટેડ કન્ટેન્ટ તૈયાર થશે. મીડિયા અને સોશિયલ રિસ્પોન્સ થકી એએમસી નાગરિકોના પ્રતિસાદ વધુ ઝડપથી મેળવી શકશે. એએમસીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ક્લીન સિટી અવેરનેસ, હેરિટેજ સિટી વગેરેને સર્વત્ર હાઈલાઈટ કરવામાં આવશે, જેના થકી સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એએમસીની બ્રાન્ડને એક ઓળખ મળશે.
પીઆર. એજન્સી દ્વારા ઉપરોક્ત કામગીરી માટે ત્રણ પ્રોફેશનલ્સની ટીમને વિભાગ ખાતે નિયુક્ત કરવામાં આવશે. જેઓ પબ્લિસીટી વિભાગની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કચેરીએથી તેઓની કામગીરી કરશે.
એેએમસના વિવિધ કાર્યક્રમો જેવા કે ઉત્સવોની ઉજવણી, હેલ્થ ડ્રાઈવ, પર્યાવરણ સંબંધિત કાર્યક્રમો, એક્સ્પો અને એÂક્ઝબિશન વગેરેનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે સુવ્યવસ્થિત પ્લાનિંગ અને સજ્જડ કોમ્યુનિકેશન કરી શકાશે.
જનતાને જાગૃત કરવા માટે એએમસીના વિવિધ અભિયાનો તેમજ એએમસીના સફાઈ, આરોગ્ય, વાહન વ્યવહાર, ટ્રાફિક, વૃક્ષારોપણ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ક્રિએટિવ કોન્ટેન્ટ તૈયાર કરી શકાશે, જેના થકી નાગરિકોમાં જનજાગૃતિ વધારવામાં મદદ મળશે.
એએમસીના વિવિધ શૈક્ષણિક અને સિટી અવેરનેસ કેમ્પેઈન્સમાં જનભાગીદારી વધારવામાં પીઆર એજન્સી સહાયરૂપ બનશે. એએમસી સંબંધિત તમામ કોન્ટેન્ટને ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ તૈયાર કરવામાં આવશે, જેને રાષ્ટ્રીય સ્તરે રીલીઝ કરવામાં આવશે.
એટલે સ્થાનિક ઉપરાંત, રાષ્ટ્રીય સ્તરે એએમસીની ઉપસ્થિતિ વધુ મજબૂત બનશે. એએમસી સંબંધિત તમામ કોન્ટેન્ટને ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ તૈયાર કરવામાં આવશે, જેને રાષ્ટ્રીય સ્તરે રીલીઝ કરવામાં આવશે.
