ફંડના દુરુપયોગ કેસમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓની તપાસ SFIOને સોંપાઈ
સિરીયસ ફોડ ઈન્વીસ્ટેગશન ઓફીસ (SFIO) ગ્રુપની કંપનીઓ વચ્ચેના ટ્રાન્જેકશન અને ફંડની પેટર્નની તપાસ કરશે.
(એજન્સી)નવીદિલ્હી, નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલા ઉધોગપતી અનીલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની આસપાસ નિયમનકારી ગાળીયો વધુ મજબુત બની રહયો છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય એમસીએ છે. ગ્રુપની કંપનીઓમાં ભંડોળના કથીત ડાયવઝનની નવેસરથી તપાસની આદેશ આપે છે. સિરીયસ ફોડ ઈન્વીસ્ટેગશન ઓફીસ એસએફઆઈઓને તપાસ સોપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં રીલાયન્સ ઈન્ફફ્રાસ્ટ્રકચર રીલાયન્સ કોમ્યુનીકેશન રીલાયન્સ કોમર્શીયલ ફાઈનાન્સ અને સીઆઈએફ પ્રાઈવેટ લીમીટેડના આવરી લેવાશે. આ તપાસમાં નાણાંના પ્રવાહનું ટ્રેક કરવા અને કથીત ગેરરીતિ માટે જવાબદાર મુખ્ય નિર્ણયકર્તાઓને ઓળખવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, એસએફઆઈઓ ગ્રુપની કંપનીઓ વચ્ચેના ટ્રાન્જેકશન અને ફંડની પેટર્નની તપાસ કરશે. પ્રારંભીક અહેવાલમાં સંલગ્ન એકમો દ્વારા ભંડોળનું ડાયવર્ઝન અને નાણાકીય જાહેરાતમાં ગેરરીતિ થઈ હોવાનું જણાયું છે. અગાઉ આ સપ્તાહના પ્રારંભમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરોટ ઈડીએ મની લોન્ડરીગ તપાસના ભાગરૂપે રીલાયન્સગ્રુપ કંપનીઓની આશરે ૭,પ૦૦ કરોડની સંપત્તિ ટોચમાં લીધી હતી.
ઈડીનો કેસ ર૦૧૦માં અને ર૦૧રની વચ્ચે રીલાયન્સ કોમ્યુનીકેશન આરસીઓએમ અને તેની ગ્રુપ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન સંબંધીત છે. એજન્સી અનુસાર લોનની કુલ બાકી રકમ રૂ.૪૦,૧૮પ કરોડ છે. અને પાંચ બેકોએ લોન ખાતાઓને ફ્રોડ જાહેર કર્યા છે. એજન્સીનો અંદાજ છે.
કે બહુસ્તરીય ટ્રાન્ઝેકશન મારફત ઓછામાં ઓછા ૧૩,૬૦૦ કરોડનું ંભંડોળ બીજી જગ્યાએ વાળવામાં આવ્યું હતું. કેટલુંક ભંડોળ વિદેશમાં ખસેડવામાં આવ્યું હોવાની પણ આરોપ છે. તપાસમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ રિલાયન્સ કોમર્શીયલ ફાઈનાન્સ રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્કચર અને રીલાયન્સ પાવરનું પણ નામ છે.
