Western Times News

Gujarati News

100 કરોડની કિંમતની જમીન સરકાર પાસેથી સસ્તામાં અપાવવાની લાલચ આપી 12 કરોડની ઠગાઈ

પ્રતિકાત્મક

ગાંધીનગરના ભૂમાફિયાઓએ ટ્રાન્સપોર્ટરને ઠગ્યો, ત્રણ ઝડપાયા-તત્કાલીન મુખ્યમંત્રીનો ખોટો લેટર ઉભો કરી રૂ.૧ર કરોડની છેતરપિંડી

(એજન્સી)સુરત, ખોલવવડમાં સરકારશ્રી હસ્તકની ૧૦૦ કરોડની કિમતની જમીન સસ્તામાં અપાવવાનું માટે સરકારી અધિકારીઓને લાંચ આપવાના નામે ભુમાફીયાઓએ સુરતના ટ્રાન્સપોર્ટર પાસેથી ૧ર કરોડ પડાવી લીધા હતા. હદ તો એ હતી કે આ ટોળકીએ તત્કાલીન મુખ્યમંત્રીના નામે પણ અઢી કરોડની લાંચ પેટે પડાવી લીધા હતા.

૧૧ વર્ષ બાદ આ મામલે ગોડાદરા પોલીસ મથકે ફરીયાદ નોધવામાં આવતાં પોલીસે ત્રણેને દબોચી લીધા હતા. મુળ મહેસાણાના એદલા ગામના વતની અને હાલ ગોડાદરા શિવાપાર્ક સોસાયટીમાં રહી ખેતીના વ્યવસાય સાથે સંકાળયેલા કરમશી જગશી દેસાઈ ઉ.વ.૬પ ર૦૧૩માં પરવત પાટીયા સ્થિત તુલસી એપાર્ટમેન્ટમાં ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા.

તે વખતે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લક્ષ્મણ ગાયડનાથ યોગી રહે. ગાયત્રી સોસાયટી પરવનર પાટીયા મુળ રહે મીઠડીગામ નાગોર રાજસ્થાન સાથે સંબંધો વિકસ્યા હતાં. પોતાની સરકાર અને સરકારી કચેરીઓમાં મોટી ઓઈળખાણ હોવાનું હસ્તક રહેલી એક લાખથી વધુ ચો.મી. ની ૧૦૦ કરોડની કિમતની જમીન સસ્તામાં અપાવવાની બાંહેધરી આપી હતી. જોકે તેમાં પોતાને ૧૦ ટકાનો ભાગીદાર બનાવાની શરત રાખી હતી.

સરકારમાં ઉધી પહોચ ધરાવતી વ્યકિત તરીકે ગાંધીનગરના દેહગામ તાલુકાના સગદપુર ગામના બાદરસિંહ લાલસિંહ ઠાકોર, સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર, સંજયસિંહ બાદરસિંહ ઠાકોર, મનોબતસિંહ લાલસિંહ અને રતનસિંહ લાલસિંહની ઓળખ કરાવી હતી. વાત સરળ લાગતી હોઈ આ ઓફરથી કરમશીભાઈ અંજાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.