Western Times News

Gujarati News

ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે: રાજ્યપાલ 

પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલશ્રી દેવવ્રતજીનું આહ્વાન

સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે  ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલશ્રીએ હાંકલ કરી

પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છેતેમ કહી રાજ્યપાલશ્રીએ  વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કેરાસાયણિક ખેતી એ માત્ર જમીનને બંજર બનાવતી નથીપરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથીપરંતુ વધે છેઅને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે.

વડોદરા જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલા ૯ લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને ડર્યા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદહવે બીજો તબક્કો શરૂ થયો છેજેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

તેમણે નિયમ બનાવ્યો છે કે જે ગામમાં તેઓ જશેત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે. આ સાથે જતેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો સાથે બેસીને ભોજન લેશેઅને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશેજેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે.

પોતાના ઉદ્દબોધનમાંરાજ્યપાલશ્રીએ પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છેજ્યાં ૨૦૦ એકર જમીન અને ૪૦૦ ગૌ માતાઓ છે. તેમણે ભારપૂર્વક
જણાવ્યું કે તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયાડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છેતેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છેજે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છેતેમની જમીન બંજર બની ચૂકી છે. કૃષિ વૈજ્ઞાનિકો અનુસારજે જમીનનો ઓર્ગેનિક કાર્બન (OC) ૦.૫ થી નીચે હોયતે બંજર ગણાય છેઅને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ થી નીચે આવી ગયો છે (૦.૨૦.૩૦.૪ જેટલો). આ જમીનમાંથી જબરદસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયાડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે.

તેમણે ચેતવણી આપી હતી કે યુરિયાડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓઅળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે. રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છેતો પછી ધરતીને ઉપજાવ બનાવતા સૂક્ષ્મ જીવો કેવી રીતે બચી શકેરાસાયણિક ખેતીને કારણે યુએનઓ (UNO)ના રિપોર્ટ મુજબવિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન ૧૦% જેટલું ઘટી ગયું છેઅને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે.

રાજ્યપાલશ્રીએ ૭ નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીનેગુજરાતમાં કેન્સરના ભયાનક વધારા અંગે આંકડા રજૂ કર્યા. ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરરોજ ૭૯૦ નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે ૨૦૨૦માં ગુજરાતમાં ૭૦,૦૦૦ કેન્સરના દર્દીઓ હતાજે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છેએટલે કે કેન્સરના દર્દીઓ બમણા થઈ ગયા છે.

આરોગ્ય સંકટની ગંભીરતા દર્શાવતાતેમણે જણાવ્યું કે પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં ૨.૮૮ લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તેમણે ખેડૂતોને વિનંતી કરી કે તેઓ એવી ખેતી ન કરે જે લોકોનું જીવન લે છેજેમ કે તમાકુની ખેતીજે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે. તેમણે ચેતવણી આપી કે યુએનઓનો આંકડો દર્શાવે છે કે જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશેતો આગામી ૭-૮ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોની એ ભ્રાંતિને દૂર કરી કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ખેડૂતો જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) કરશે તો કદાચ ઉત્પાદન ઓછું થઈ શકે છેપરંતુ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું થતું નથીપરંતુ ઊલટું વધે છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના હાથ ઊંચા કરાવીને સભામાં જ સાબિત કર્યું હતું કે તેમના ખેતરોની માટીનું ઓર્ગેનિક કાર્બન (OC) ૧ અથવા તેનાથી ઉપર છે અને તેમની જમીન જંગલની ભૂમિ જેવી બની ગઈ છે.

તેમણે પ્રાકૃતિક ખેતીનો એક મોટો ફાયદો જણાવતા કહ્યું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છેતેમને બેમોસમી વરસાદને કારણે રાસાયણિક ખેતી કરનારાઓ કરતાં ઘણું ઓછું નુકસાન થાય છે. આનું કારણ એ છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયાની આખી સેના જમીનમાં છિદ્રો (પોર્સ) બનાવે છેજેના કારણે ધરતી માતા પાણીને પોતાના પેટમાં સમાવી લેવાની તાકાત વધારી દે છે. જ્યારે રાસાયણિક ખેતીથી બંજર થયેલી જમીન પાણી શોષી શકતી નથીપરિણામે પાણી ખેતરોમાં ભરાઈ રહે છે અને પાક બરબાદ થઈ જાય છે.

રાજ્યપાલશ્રીએ બેમોસમી વરસાદ અને પર્યાવરણના દૂષણ માટે રાસાયણિક ખેતીના મોટા યોગદાન પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે જ્યારે ખેતરોમાં યુરિયા અને ડીએપીનો છંટકાવ કરવામાં આવે છેત્યારે તેમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ પેદા થાય છે. આ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધારે ખતરનાક છે અને તે વાતાવરણને દૂષિત કરીને બેમોસમી વરસાદ જેવી આફતોમાં મોટો ફાળો આપે છે.

તેમણે કૃત્રિમ બીજ દાન સહિતની પશુપાલન અને કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. વાંકાનેર પીએમ શ્રી પ્રાથમિક શાળા પટાંગણમાં રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરાએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે થઈ રહેલી કાર્યવાહીની રૂપરેખા આપી હતી.

પ્રાકૃતિક કૃષિ…પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહીડાઅગ્રણી શ્રી રસિકભાઈ પ્રજાપતિજિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલજીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પરીખઆત્મા વિભાગના નિયામકશ્રીપ્રોજેક્ટ ડિરેક્ટરશ્રીઆત્મા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓકૃષિ વિભાગનો સ્ટાફજિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફમાસ્ટર ટ્રેનર્સકૃષિ સખીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.