Western Times News

Gujarati News

PMJAY-MAA યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી

File Photo

“ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા : માનવતા વિરુદ્ધ વર્તન  કરનાર સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં”

મોડી રાત સુધી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયાઆરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ૪ હોસ્પિટલ સામે પગલા

રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ છે. :- આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશેતો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે:- આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબસરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૪ ખાનગી હોસ્પિટલમાંથી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છેજ્યારે અન્ય ૨ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે.

🏥 હોસ્પિટલવાઈઝ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ

૧. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેરગોધરાપંચમહાલ (HOSP24T130518)

➡️ સ્થિતિ: સસ્પેન્ડ

▪️PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી

▪️એક્સપાયર્ડ દવાઓ મળી

▪️MBBS ડોકટર હાજર નહોતા

▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

૨. કાશીમા હોસ્પિટલભરુચ (HOSP24T170981)

➡️ સ્થિતિ: સસ્પેન્ડ

▪️PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા

▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

▪️નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં

▪️બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા

▪️BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં

૩. મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલકાલોલપંચમહાલ (HOSP24T132829)

➡️ સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ

▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

૪. મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેરદેવગઢ બારિયાદાહોદ (HOSP24T148571)

➡️ સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ

▪️NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી

▪️હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો

▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

આ બાબતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂપારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છેપી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છેતેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

વધુમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે – “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.