Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ પર રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે  સ્મરણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 07.11.2025ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વર્ષભર ચાલનારા સ્મરણ સમારોહનો શુભારંભ કર્યો હતો.  દેશભરમાં ઉજવાતા“રાષ્ટ્રવ્યાપી ઉત્સવ”ના ભાગરૂપે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં પણ આ ઐતિહાસિક પ્રસંગ પૂરા શ્રદ્ધા, ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો હતો।

માનનીય પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 150 વર્ષ નું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ પ્રકાશિત કર્યા હતા. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે. જે આ અમર રચના, જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.

આ ઉત્સવ દરમિયાન “વંદે માતરમ્”ના પૂર્ણ સંસ્કરણનું સામૂહિક ગાન દેશભરના જાહેર સ્થળોએ આયોજિત કરવામાં આવ્યું, જેમાં સમાજના તમામ વર્ગોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

વર્ષ 2025 “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ થવાનું પ્રતિક વર્ષ છે.  આપણા રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયેએ 7 નવેમ્બર 1875ના શુભ અક્ષય નવમીના દિવસે કરી હતી। “વંદે માતરમ્” પ્રથમ વખત તેમના ઉપન્યાસ આનંદમઠના સ્વરૂપમાં સાહિત્યિક સામયિક બંગદર્શનમાં પ્રકાશિત થયું હતું .

અમદાવાદ  મંડળમાં આ સ્મરણોત્સવ સમારોહનું મુખ્ય આયોજન મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદ  ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકસહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. સમારંભમાં ઉપસ્થિત સૌએ એક સ્વરમાં “વંદે માતરમ્”નું સામૂહિક ગાન કર્યું,

જેના કારણે આખું પરિસર દેશભક્તિ, એકતા અને ગૌરવની ભાવનાથી ગુંજી ઉઠ્યું. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ પણ જોવામાં આવ્યું. “વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતના આત્મા અને તેના સ્વતંત્રતા સંગ્રામ પાછળની પ્રેરણાનું પ્રતીક છે. આ ગીત આપણા રાષ્ટ્રની એકતા, સમર્પણ અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમની ભાવનાને સશક્ત બનાવે છે.”

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો, ઓફિસો, ડેપો, વર્કશોપ, રેલ્વે હોસ્પિટલ, ટ્રેનિંગ સેન્ટર અને સાબરમતી ડીઝલ શેડ પર “વંદે માતરમ” ના સમૂહ ગાયનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બધા સ્થળો દેશભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક ગૌરવની ભાવનાથી ભરેલા હતા. આ ઉપરાંત, મંડળના મુખ્ય રેલ્વે સ્ટેશનો પર “વંદે માતરમ” સંબંધિત ખાસ ઓડિયો સંદેશ, જાહેરાતો અને એલ ઈ ડી ડિસ્પ્લે દ્વારા મુસાફરોને રાષ્ટ્રગીતના ઇતિહાસ અને મહત્વ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ જનજાગૃતિ પહેલ આગામી વર્ષ સુધી ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.