Western Times News

Gujarati News

દીકરીઓને લગ્નમાં કરિયાવરના બદલે કેરિયર આપો

પોરબંદરમાં કોળી સમાજના ઉપક્રમે સન્માન સહિત વિવિધ સમારોહ યોજાયા

પોરબંદર, સમસ્ત તળપદા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન, થેલેસેમિયા બાળકો માટે રકતદાન કેમ્પ, નશાંબી વિભાગ દ્વારા વ્યસનમુક્તિ અને વ્યસન નહીં કરવાના શપથ, જાણીતા જાદુગર રાજેશ ડાભીના પ્રયોગોનું નિદર્શન, તેજસ્વી છાત્રો સન્માન, સમાજ શ્રેષ્ટી પરસોત્તમભાઈ મકવાણાને ૧૦૦ વર્ષ પૂરા થતાં જન્મ શતાબ્દી ઉજવણી મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ રવિભાઈ અરજણભાઈ મકવાણાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. ઉપપ્રમુખ ડૉ.ભૂપતભાઈ મકવાણાએ તળપદા કોળી સમાજની વંડીને સુવિધા સાથે અત્યાધુનિક બનાવવાની રૂપરેખા પ્રસ્તુત કરી દાતાઓને આગળ આવવા આહવાન કર્યું હતું. ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રના સેવા કર્મી તુલસીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, આજના બદલાતા સમયમાં વિચારો અને માનસિકતા બદલવાની જરૂર છે.

બાળકોને સંપત્તિ કરતાં સંસ્કાર આપી સાદગી, વિવેક, સાÂત્વક વાંચન, ખોરાક જેવા સદગુણો આપવા આજના માહોલમાં અનિવાર્ય છે. દીકરી-દિકરા સમાન ગણી શિક્ષણને પ્રાધાન્ય આપી ખાસ કરીને દીકરીઓને હવે લગ્નમાં કરિયાવર આપવાના બદલે કેરિયર આપો તે જરૂરી ગણાવી છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

નશાબંધી વિભાગના અધિક્ષક એસ.પી.ગોહિલે વ્યસનો ત્યજીને બચત કરી બચત થયેલા નાણાંનો ઉપયોગ શિક્ષણમાં કરવા અપીલ કરી હતી. ગોઢાણિયા બી.એડ.કોલેજના ડાયરેકટર ડૉ.ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે, સમાજના પ્રતિભાવંત બાળકો એ સમાજ અને રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે ત્યારે તેના ભણતર, ચણતર અને ગણતર કરવા થકી સમાજની ઉન્નતિનો માર્ગ મોકળો થશે.

તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબી મંડળના પ્રમુખ લાખાભાઈ મોકરિયા, જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ અરજણભાઈ આંત્રોલિયા, જિલ્લા કોળીસેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.