વાપીથી ૫૪ કિ.મી. દૂર પહોંચી આ યુવકે પ્રસૂતા માટે રક્તદાન કર્યું
(પ્રતિનિધિ) વાપી, વાપીથી લગભગ ૫૪ કિલો મીટર દૂર આવેલા ધરમપુરના અંતરિયાળ ગામ રહેતા વાલજી હળપતિના પત્નીને પ્રસૂતિના સમયેની બ્લડની જરૂર પડતા તેઓએ વાપીના શ્રી કિરણભાઈ રાવલને ફોન કર્યો હતો.
‘રકતદાન એ મહાદાન’ સૂત્ર ને ધ્યાનમાં રાખી હંમેશા રકતદાન કરવામાં અગ્રેસર રહેનારા એવા ૪૩ વર્ષના વાપીના કિરણભાઈ રાવલ દ્વારા આ વખતે પોતાની જિંદગીમાં ૧૦૬મી વખત રક્તદાન કર્યુ હતું. આમ કિરણભાઈ રાવલ અને એમના ટ્રસ્ટ ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષમાં લગભગ ૫ વખત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવી ચૂક્યું છે.
કિરણભાઈ રાવલે પોતાના રક્તથી આજદિન સુધી સેંકડો લોકાના જીવ બચાવ્યા છે. કિરણભાઈ રાવલ સરેરાશ દર ત્રણ મહિને એટલે કે ૮૦ થી ૯૦ દિવસે રક્તદાન કરતા રહે છે. કિરણભાઈ રાવલ છેલ્લા ૨૫વર્ષ થી રકતદાન કરતા આવ્યા છે, કિરણભાઈ રાવલ વર્ષમાં સરેરાશ ૪ થી ૫ વખત રકતદાન કરે છે.
