પાક. દ્વારા મદદ કરવામાં આવતાં હેકર્સના ગ્રુપ દ્વારા ભારતની સરકારી સિસ્ટમ પર સ્પાયવેર એટેક કરાયો
ટ્રાન્સપરન્ટ ટ્રાઇબનો સાઇબર વોરઃ પાકિસ્તાની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું
સિસ્ટમને હેક કરવા માટે સરકારી ઓફિશિયલના ઇમેલને હેક કરવાની કોશિશ
ભારતની સિસ્ટમને હેક કરીને લદ્દાખમાં આવેલી બોર્ડર પર ટેન્શન વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આ ગ્રુપ દ્વારા ચીનની મિલિટરી મૂવમેન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
નવી દિલ્હી,ઇન્ડિયાની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાન દ્વારા મદદ કરવામાં આવતાં હેકર્સના ગ્રુપ દ્વારા ભારતની સરકારી સિસ્ટમ પર સ્પાયવેર અટેક કરવામાં આવ્યો છે. આ ગ્રુપ પોતાને ટ્રાન્સપરન્ટ ટ્રાઇબ તરીકે ઓળખાવે છે. આ ગ્રુપ સતત સરકારી અને મિલિટરી સિસ્ટમને એડવાન્સ સ્પાયવેર દ્વારા અટેક કરી રહ્યું છે. આ સ્પાયવેરને DeskRAT તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટેલિજન્સના એક સોર્સને જણાવવામાં આવ્યું હતું કે આ ગ્રુપ દ્વારા તેમની ક્ષમતાને અપગ્રેડ કરવામાં આવી છે.
તેઓ હવે ક્લાઉડ આધારિત સિસ્ટમ જેવી કે ગૂગલ ડ્રાઇવની જગ્યાએ પ્રાઇવેટ સર્વરનો ઉપયોગ કરી રહ્યાં છે.ભારતની સિસ્ટમને હેક કરીને લદ્દાખમાં આવેલી બોર્ડર પર ટેન્શન વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ગ્રુપ દ્વારા ચીનની મિલિટરી મૂવમેન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ માટે તેઓ સરકારી ઓફિસરના ઇમેલ હેક કરી રહ્યાં છે અને તેમના જેવા અન્ય ઇમેલ એડ્રેસ, ZIP આર્કાઇવ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ સરકારી નોટિસ અથવા તો ઇન્ટેલિજન્સ બ્રીફિંગ મોકલી રહ્યાં છે.
આ દ્વારા તેઓ મેલિશિયસ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટેની કોશિશ કરી રહ્યાં છે. આ અટેક્સ પ્રોટેસ્ટ, સિક્યોરિટી એલર્ટ અને બોર્ડર પર કોઈ ઘટના થઈ હોય એ આધારે કરવામાં આવી રહ્યાં છે. આથી સત્તાધિકારીઓ આ અટેચમેન્ટને ઓપન કરે જેનાથી નવી અપડેટ્સ મળી શકે. આ અપડેટ્સ માટે તેઓ જ્યારે ઇમેલ ઓપન કરે ત્યારે સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે.DeskRAT એક વાર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ હેકર્સ દ્વારા ડેટાની ચોરી કરવામાં આવી રહી છે. આ મેલિશિયસ સોફ્ટવેર ખૂબ જ પાવરફુલ છે.
એનાથી BOSS LINUX સિસ્ટમ દ્વારા રિમોટ એક્સેસ કરવામાં આવે છે. આ દ્વારા તેઓ ચૂપકેથી ફાઇલ્સ જોઈ શકે છે, ડોક્યુમેન્ટની કોપી કરાવી શકે છે અને તમામ એક્ટિવિટીને મોનિટર પણ કરી શકે છે. કોઈને ખબર પણ ન પડે એ રીતે તેઓ ઇન્ટેલિજન્સની ચોરી કરી શકે છે. આ મેલવેર સિસ્ટમ ક્રેશ નથી કરતું, પરંતુ ફક્ત ડેટા ચોરી કરે છે, સ્ટ્રેટેજિક પ્લાન બનાવે છે અને પાસવર્ડની ચોરી કરે છે. આ ડેટા ચોરી મહિનાઓ સુધી કરવામાં આવે છે. ઇન્ટેલિજન્સ ઓફિસર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સપરન્ટ ટ્રાઇબના અટેક પહેલાં કરતા વધુ ઝડપી અને ઘાતકી બની ગયા છે અને તેમને ઓળખવા પણ મુશ્કેલ છે.આ ગ્રુપ દ્વારા AI નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એના દ્વારા મેલવેરને સિસ્ટમમાં દાખલ કરવામાં આવે છે. એના કારણે તેમનો સમય ખૂબ જ બચી રહ્યો છે અને તેઓ ઝડપથી અટેક કરી રહ્યાં છે. આ કારણસર તેઓ ખૂબ જ ઝડપથી નવા-નવા મેલવેર બનાવી રહ્યાં છે જેના દ્વારા તેઓ વધુ ખતરનાક બની રહ્યાં છે. આ પ્રકારના અટેકનો સામનો કરવા માટે ટ્રેડિશનલ સાઇબરસિક્યોરિટી પણ કામ નથી આવતી. આ પ્રકારના અટેકની સામે રક્ષણ માટે ઓટોમેટિક ડિટેક્ટ કરી પ્રોટેક્ટ કરવામાં આવે એવા ટૂલની જરૂર છે.ટ્રાન્સપરન્ટ ટ્રાઇબ પહેલાં ફિશિંગ અટેક્સ સાથે સંડોવાયેલા હતા.
તેઓ Crimson RAT મેલવેર ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે જાણીતા હતા. પાવરપોઇન્ટ અને PDF ફાઇલ દ્વારા તેઓ સિક્યોરિટી સાથે છેડછાડ કરતાં હતા. તેઓ ખોટા સરકારી મેસેજ ફેરવી રહ્યાં હતાં અને ત્યાર બાદ સરકારી ઓફિસરને ભેરવી રહ્યાં હતાં. DeskRAT ભારત માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે જે છેલ્લા ઘણાં વર્ષાેથી જોવા નહોતી મળી.SS1
