Western Times News

Gujarati News

અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો

યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે ૪ ડોલર ઘટ્યો

રશિયાની મોટી કંપની યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ ડિસેમ્બર ડિલિવરીના બ્રેન્ટ ઓઇલના ભાવ કરતાં લગભગ પ્રતિ બેરલે ૪ ડોલર ઘટી ગયો

મોસ્કો,રશિયા અને અમેરિકા પણ અત્યારે એકબીજાના વિરોધમાં ચાલી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધો હવે રશિયાની મુખ્ય તેલ કંપનીઓ પર અમલમાં આવવા લાગ્યા છે. રશિયાના તેલના બે સૌથી મોટા ખરીદદારો ભારત અને ચીને ટ્રમ્પ દ્વારા પ્રતિબંધિત રશિયન તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પાસેથી તેમની ખરીદી ઓછી કરી હોવાના અહેવાલો મળ્યાં છે.

વેપારમાં સતત આવી રહેલા ઘટાડાના કારણે રશિયાએ તેલના ભાવમાં ઘટાડો કર્યાે હોવાના પણ અહેવાલો મળ્યા છે.મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે રશિયાએ ભારત અને ચીનને તેલની ખરીદી પર ડિસ્કાઉન્ટ વધારી દીધું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રશિયાની મોટી કંપની યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ ડિસેમ્બર ડિલિવરીના બ્રેન્ટ ઓઇલના ભાવ કરતાં લગભગ પ્રતિ બેરલે ૪ ડોલર ઘટી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાની તેલ કંપની લ્યુકોઇલ અને રોઝનેફ્ટ પર કડક પ્રતિબંધો લગાવ્યાં હતાં. એટલું જ નહીં, ૨૧ નવેમ્બર સુધી આ કંપનીઓ પાસેથી તમામ પ્રકારનો વેપાર બંધ કર્યાે હતો. જેની અસર હવે જોવા મળી રહી છે.

જોકે, તેના કારણે ભારતને ફાયદો થશે તેવુ નિષ્ણાતો માની રહ્યાં છે.ભારતની પાંચ કંપનીઓ રશિયન તેલ આયાતમાં આશરે ૬૫% હિસ્સો ધરાવે છે. જેમાં અમેરિકાના પ્રતિબંધો બાદ મુખ્ય ભારતીય રિફાઇનર્સ – હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પાેરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પાેરેશન, મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ, HPCL-મિત્તલ એનર્જી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ડિલિવરી માટે રશિયન તેલના ઓર્ડર અટકાવી દીધા હતાં. આ સાથે ચીનની પણ સરકારી તેલ કંપનીઓએ રશિયા પાસેથી તેલની ખરીદી થોડા સમય માટે બંધ કરી દીધી હતી.

આ કારણે રશિયાને મોટું નુકસાન થઈ રહ્યું છે. શાયદ એટલા માટે અત્યારે તેલની ખરીદી પર છૂટ આપવામાં આવી રહી છે.અત્યારે રશિયામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. રશિયાનું બજાર હવે બે વિભાગમાં વેચાઈ ગયું છે. જે કંપનીઓ પર પ્રતિબંધ નથી તે કંપનીઓનું તેલ ઊંચી કિંમતે વેચાઈ રહ્યું છે, જ્યારે જે કંપની પર પ્રતિબંધ નથી તેઓ ખરીદી પર છૂટ આપવા માટે મજબૂર બની છે. થોડી સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવતા હોવાની વાતો ચાલી રહી છે, તેમાં ભારતમાં રશિયાના તેલની માંગ ઘટતી હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

અમેરિકાએ ભારત પર દબાણ કર્યું હતું કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે પરંતુ ભારતે તેનો જવાબ આપી દીધો હતો. છતાં પણ અમેરિકા અત્યારે ભારત અને ચીન પર રશિયાનું તેલ નહીં ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. આ મામલે વિશ્લેષકોનું કહેવું છે કે વધતી જતી ડિસ્કાઉન્ટની શરતો રશિયાની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે, પરંતુ મૂળ વાત એ છે કે રશિયા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.