Western Times News

Gujarati News

જમ્મુ-કશ્મીરના કેરન સેક્ટરમાં આતંકવાદીઓ ચારેય તરફથી ઘેરાયા..બે આતંકવાદીઓ ઠાર

સુરક્ષા દળોનું મોટું ઓપરેશન શરૂ

આ ઘેરાબંધીનો મુખ્ય હેતુ હતો એલઓસી પારથી થઈ રહેલી ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ કરવાનો

નવી દિલ્હી,ભારતની બોર્ડર પર અવાર નવાર આતંકવાદીઓ ઘુસણખોરી કરવાનો પ્રસાય કરતા હોય છે. પરંતુ ભારતીય સૈનિકો તેના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવતા હોય છે. ત્યારે ફરી એક વખત જમ્મુ કશ્મીરમાં કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓના ઈરાદા પર ભારતીય સૈનિકોએ પાણી ફેરવી દીધું છે.જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં શનિવારે સવારે સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરૂ કર્યું. ખુફિયા એજન્સીઓના ચોક્કસ ઇનપુટને આધારે સેના અને અર્ધસૈનિક દળોએ સંયુક્ત રીતે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી.

ભારતીય દળો દ્વારા ઓપરેશન પિમ્પલ હેઠળ જમ્મુ અને કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા; દરમિયાન, આ વિસ્તારમાં શોધખોળ હજુ પણ ચાલુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઘેરાબંધીનો મુખ્ય હેતુ હતો એલઓસી પારથી થઈ રહેલી ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ કરવાનો.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેરન સેક્ટરમાં જવાનોએ જંગલ વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. જે બાદ તેમણે તરત જ ઉંચા અવાજે ચેતવણી આપી કે “રુક જાઓ, હાથ ઉપર કરો”. જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. જે બાદ સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.થોડી જ મિનિટોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારેય તરફથી ઘેરી લીધા.

પરિસ્થિતિ ગંભીરતા મૂજબ સૈનિકોને વધારાની સહાય પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે આ ઘટનાની જાણકારી આપી છે અને જણાવ્યું કે ઓપરેશન હજુ પૂરજોશમાં યથાવત્ છે.જંગલમાં ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે પરંતુ જવાનો સતત આગળ વધી રહ્યા છે. સ્થાનિક લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદીઓની ઘુસણખોરી ચેકવણી જાહેર કરવામાં આવી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.