Western Times News

Gujarati News

વેરાવળ પાસે બીચ પર ફોટોશૂટ વખતે દરિયામાં પાંચ લોકો તણાયા , યુવતી લાપત્તા થયાં

ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી

વેરાવળ,ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની લહેરોમાં તણાઈ ગયા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને બચાવી લેવાયા, પરંતુ એક યુવતીની મોડે સુધી ભાળ મળી નહતી. જેની મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી.વેરાવળ નજીકના આદરી બીચ પર યુવક-યુવતીઓ ફોટોશૂટ માટે બીચ પર આવ્યા હતા.

એ દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાંચ પૈકી ચાર યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.આ દુર્ઘટનામાં ૩૦ વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર, (રહેઃ નવાપરા ગામ) દરિયામાં લાપતા બનતા મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી.

લાપતા યુવતી જ્યોતિ પરમાર મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને હાલ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવાપરા ગામે રહે છે. લાપતા યુવતી જ્યોતિની માસીની દીકરીના લગ્ન હતા. વર પક્ષ તથા વધૂ પક્ષના લોકો પ્રી-વેડિંગ શૂટિંગ માટે આદરી બીચ પર આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.