સુરતમાં આત્મહત્યાની બે ઘટનામાં મહિલા ફાર્માસિસ્ટ સહિત બેનાં મોત
ઝઘડાથી કંટાળી સોહનલાલે ઘરે પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
સુરત,સચિન જીઆઇડીસીમાં ડાઈંગ મિલ કામદારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે વતનમાં રહેતી પત્ની સાથે થતા ઝઘડાથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન જીઆઇડીસી ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય સોહનલાલ મુરલીયા નિશાદ ડાઈંગ મિલમાં કામ કરતા હતા.
સોહનલાલનો વતનમાં રહેતી પત્ની સાથે મોબાઈલ પર અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડાથી કંટાળી સોહનલાલે ઘરે પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બીજી ઘટનામાં મહીધરપુરા હિન્દુ મેઘવાળ કોલોનીમાં રહેતા ૩૪ વર્ષીય દક્ષાબેન એક મેડિકલમાં ફાર્મસી તરીકે નોકરી કરતા હતા.ગઈકાલે પતિ-પત્ની વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો થયો હતો. જે વાતનું માઠું લાગી આવતા દક્ષાબેને રાત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. SS1
