Western Times News

Gujarati News

ફિઝિક્સવાલાનો 3480 કરોડનો IPO 11 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે: રૂ. 103થી રૂ. 109નો પ્રાઇઝ બેન્ડ

  • પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 103થી રૂ. 109નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
  • ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 103 ગણી અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 109 ગણી છે
  • બિડ/ઇશ્યૂ મંગળવાર, 11 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે અને ગુરુવાર, 13 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે
  • એન્કર ડેટ – એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 10 નવેમ્બર, 2025 છે
  • બિડ્સ લઘુતમ 137 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 137 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
  • એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 10નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
  • આરએચપી લિંકઃ https://investmentbank.kotak.com/kibcms/sites/default/files/offer-documets/Physicswallah%20Limited_RHP_vf.pdf

અમદાવાદ, 07 નવેમ્બર, 2025 – ફિઝિક્સવાલા લિમિટેડ (“COMPANY”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર મંગળવાર, 11 નવેમ્બર, 2025ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 10 નવેમ્બર, 2025ના રોજ છે. બિડ/ઓફર ગુરુવાર, 13 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે.

પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સહિતની કુલ ઓફર સાઇઝનું મૂલ્ય રૂ. 3,480 કરોડ સુધીનું છે. આઈપીઓમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના રૂ. 3,100 કરોડ સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના રૂ. 380 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

એમ્વી ફોટોવોલ્ટેઇક પાવરનો IPO મંગળવાર, 11 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે

પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 103થી રૂ. 109ના ભાવે ફિક્સ કરવામાં આવ્યો છે (“The Price Band”). એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઓફરમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 10નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

બિડ્સ લઘુતમ 137 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 137 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે  (“Bid Lot”). કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો વિવિધ વ્યૂહાત્મક હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. લગભગ રૂ. 460.551 કરોડની રકમ નવા ઓફલાઇન તથા હાઇબ્રિડ સેન્ટર્સના ફિટ-આઉટ્સ પર મૂડી ખર્ચ માટે રાખવામાં આવી છે જ્યારે રૂ. 548.308 કરોડની રકમ કંપની દ્વારા હાલ ચલાવાતા અને ઓળખ કરાયેલા સેન્ટર્સ માટે લીઝ પેમેન્ટ પાછળ ખર્ચાશે.

રૂ. 47.168 કરોડનું રોકાણ તેની પેટા કંપની ઝાયલેમ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ માટે કરવાની યોજના છે જેમાં રૂ. 31.648 કરોડ નવા ઓફલાઇન સેન્ટર્સ (“New Xylem Centers”) અને રૂ. 15.520 કરોડ હાલના ઝાયલેમ સેન્ટર્સ અને હોસ્ટેલ્સના લીઝ પેમેન્ટ પાછળ ખર્ચ કરવાની યોજના છે. અન્ય રૂ. 28.002 કરોડ તેના હાલના ઓફલાઇન સેન્ટર્સ માટે લીઝ પેમેન્ટની જવાબદારીઓને પહોંચી વળવા માટે ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં રોકવામાં આવશે. આ ઉપરાંત, રૂ. 200.106 કરોડ સર્વર અને ક્લાઉડ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને રૂ. 710 કરોડ માર્કેટિગ પહેલ માટે ફાળવાશે. કંપની તેની પેટાકંપની ઉત્કર્ષ ક્લાસીસ એન્ડ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડમાં વધારાના શેરહોલ્ડિંગને હસ્તગત કરવા માટે પણ રૂ. 26.5 કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે. બાકીની રકમ અજાણ્યા હસ્તાંતરણો થકી ઇનઓર્ગેનિક ગ્રોથ માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પાછળ વાપરવામાં આવશે.

આ પણ વાંચો – પહેલાં 3820 કરોડનો ઈશ્યુ લાવવા સેબીમાં ફાઈલ કર્યુ હતું, હાલ ઈશ્યુની સાઈઝ 3480 કરોડ છે.

3,820 કરોડનો IPO લાવશે ફિઝિક્સવાલાઃ સેબીમાં યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ (અહીં જણાવ્યા મુજબ) દ્વારા કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2) અનુસાર ઓફરના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી કમસે કમ એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.  એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માં ઉમેરવામાં આવશે  (“Net QIB Portion”).

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી કેટેગરીના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીની ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે

જે પૈકી (એ) આવા પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તા માટે અનામત રખાશે અને (2) આવા પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે અન્ય સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાને ફાળવવામાં આવી શકે છે અને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“RIIs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે  મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજ કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે (નેટ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ, જે લાગુ પડે તે). તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા (યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં ઓફરમાં ભાગ લેવા માટે જે-તે કિસ્સામાં સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ આ ઇશ્યૂના બેંકર્સ છે.

Disclaimer: This announcement is not an offer of securities for sale in the United States or elsewhere. This announcement has been prepared for publication in India only and is not for publication or distribution, directly or indirectly, in or into the United States. The Equity Shares described in this announcement have not been, and will not be, registered under the U.S. Securities Act of 1933, as amended (“U.S. Securities Act”) or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, or to, or for the account or benefit of, U.S. Persons (as defined in Regulation S under the U.S. Securities Act, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable U.S. state securities laws. The Company has not registered and does not intend to register under the U.S. Investment Company Act of 1940 (“Investment Company Act”). Accordingly, the Equity Shares are being offered and sold (i) to persons in the United States or to, or for the account or benefit of, U.S. persons, in each case that are both “qualified institutional buyers” as defined in Rule 144A under the Securities Act and “qualified purchasers” as defined under the Investment Company Act in transactions exempt from or not subject to the registration requirements of the Securities Act and in reliance on Section 3(c)(7) of the Investment Company Act and (ii) outside the United States to non-U.S. persons in offshore transactions in reliance on Regulation S under the Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made. There will be no public offering in the United States.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.