Western Times News

Gujarati News

હું એવા વ્યક્તિની શોધમાં છું જે જે મારું મૌન, કટાક્ષ અને થોડો ઇગો સંભાળી શકે’ : અદા

અદા શર્માએ ઇન્ટરવ્યુમાં પોતાના લાઇફ પાર્ટનરની કલ્પના વિશે વાત કરી

 હું છોડ કે રોપા સાથે વાત કરું કે કિચનમાં ફાઇટ સીનનું રિહર્સલ કરું તો ગભરાઈ ન જાય‘કોઈ એવા વ્યક્તિની શોધમાં છું

મુંબઈ,અદા શર્માની છાપ એક એવી છોકરીની છે, જેણે ક્યારેય કોઈ નિયમનું પાલન કર્યું નથી. તે ક્યારેય કોઈ ચોકઠાંમાં બંધાઈ નથી. ૧૯૨૦થી ડેબ્યુ કરનાર અદાએ પોતાનો રસ્તો પોતે બનાવ્યો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે સફલતા અને નિષ્ફળતાઓ અંગે વાત કરી છે. સાથે જ તેણે પ્રેમ, સંબંધો અને તેને વિનમ્ર રાખતી ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતતાઓ વિશે પણ વાત કરી છે. અનિશ્ચિતતાઓભરી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર વિના સફળ થવા વિશે અદાએ કહ્યું, “હા, અસંખ્ય વખતે મને છેલ્લી ઘડીએ રીપ્લેસ કરી દેવાઈ છે અને રીજેક્ટ કરી દેવાઈ છે.

હવે તો હું ગણવાનું પણ ભુલી ગઈ છું. પણ હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી તો હું કોઈ દિવાલો તોડવા આવી નહોતી, મારે તો આકાશમાં કિલ્લા બાંધવા હતા. મેં તો સપના જોવામાં અને કાલ્પનિક અને અશક્ય બાબતો વિશે વિચારો કરવામાં પીએચડી કર્યું છે, પણ શક્ય નથી.”કેરાલા સ્ટોરીની સફળતા પછી અદાને સારું કામ મળતું થયું છે, આ અંગે તેણે કહ્યું, “ભારતીય સિનેમાની હિરોઇન લીડ રોલમાં હોય એવી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કર્યા પછી પણ જો મને સ્વીકૃતિ ન મળે તો મારામાં ચોક્કસ કોઈ ખામી છે. પરંતુ હું માત્ર સપનામાં જ કલ્પી શકતી એવું કામ મને મળી રહી છે.

મહિના પહેલાં હું એક ગ્લેમરસ મ્યુઝિક વીડિયો શૂટ કરતી હતી એની પહેલાં હું એવું કશુંક કરતી હતી, જેનાથી મારા નખમાં મેલ ભરાઈ ગયો હતો. એ પહેલાં હું ચાર કલાક સુધી પ્રોસ્થેટિક મેકઅપમાં હતી. હું મારી જાતને નસીબદાર સમજું છું. હું જોહ્ની ડેપને જોઈને વિચારતી કે, વાહ મારે આવા રોલ કરવા છે અને આવી અલગ અલગ પ્રકારની ફિલ્મ કરવી છે.”પોતાના જીવનમાં પ્રેમના મહત્વ અને તેની કલ્પનાના સાથી અંગે વાત કરતા અદાએ કહ્યું, “પ્રેમ, હું તેને એક સસ્પેન્સ થ્રિલર તરીકે જોઉં છું જે ક્યારેક આવતા હોરર થ્રિલર જેવું છે.

તમને એ જોઈએ અને તમે તેના સપના જુઓ, પરંતુ એ તમને કલ્પના હોય ત્યારે મળી જાય છે અને તમને અચાનક ડરાવી દે છે. હું એક્ટિંગ, ડાન્સ, મ્યુઝિક, માર્શલ આટ્‌ર્સ અને પેઇન્ટિંગ બધું કતાં કરતાં પતિ ન શોધી શકું. તો એ જાતે આવી જાય અથવા તો કોઈ મને શોધી આપે. હું એવા વ્યક્તિની શોધમાં છું જે હું છોડ કે રોપા સાથે વાત કરું કે કિચનમાં ફાઇટ સીનનું રિહર્સલ કરું તો ગભરાઈ ન જાય, કોઈ એવું જે મારું મૌન, કટાક્ષ અને ખાસ તો મારો ઘણો, ઘણો, ઘણો નાનો ઇગો સંભાળી શકે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.