Western Times News

Gujarati News

TCS અને ઇન્સ્પરે AI-પાવર્ડ રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું

TCS Pace Port™ São Paulo ટીસીએસ અને ઇન્સપર વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવે છે અને સમગ્ર લેટિન અમેરિકામાં સંસ્થાનો માટે નવીનતમ સોલ્યુશન્સ સંયુક્તપણે વિકસાવવા માટેના પ્લેટફોર્મને વિસ્તારે છે

સાઓ પાઉલો |મુંબઈ7 નવેમ્બર2025આઈટી સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (ટીસીએસ) સાઓ પૌલોમાં એઆઈ-પાવર્ડ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર TCS Pace Port™ São Paulo લોન્ચ કર્યું છે.

1,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ઇનોવેશન હબ ઇન્સપરના વિલા ઓલિમ્પિયા કેમ્પસ ખાતે આવેલું છે. આ સેન્ટર એવી જગ્યા બની રહેશે જ્યાં ગ્રાહકો, ભાગીદારો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ જગત અને અન્ય એકમો એઆઈ અને અન્ય ઊભરતી ટેક્નોલોજીઓની શક્તિ દ્વારા નવીનતા લાવવા માટે એકત્રિત થશે અને વ્યવસાયોમાં પરિવર્તન લાવશે તેમજ બ્રાઝિલ તથા લેટિન અમેરિકા માટે હકારાત્મક અસર ઊભી કરશે.

લેટિન અમેરિકામાં રોકાણ ઇનોવેશન સેન્ટર્સના ટીસીએસના ગ્લોબલ નેટવર્કના વિસ્તરણને રજૂ કરે છે જેમાં યુએસ, ફ્રાન્સ, યુકે, સિંગાપોર અને જાપાનનો સમાવેશ થાય છે. આ ભાગીદારી સાથે ઇન્સ્પર કોર્નેલ, ઇમ્પિરિયલ કોલેજ, એમઆઈટી અને અન્ય જેવા શૈક્ષણિક એકમોની ટીસીએસની મજબૂત ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે જોડાશે. આ નવું સેન્ટર ઇન્સપરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને લેટિન અમેરિકામાં જટિલ સામાજિક તથા બજારના પડકારો ઉકેલવા માટે રિસર્ચ અને ઇનોવેશનમાં ટીસીએસની વૈશ્વિક નિપુણતાની સાથે લાવે છે.

ઇન્સ્પરના પ્રેસિડેન્ટ ગિલહર્મ માર્ટિન્સે જણાવ્યું હતું કે, “ટીસીએસ સાથેનું આ સેન્ટર અમારા સમુદાય માટે નવીનતા લાવવા, જટિલ સમસ્યાઓનો સામનો કરવા અને બ્રાઝિલ તથા લેટિન અમેરિકા માટે સકારાત્મક પરિણામો પૂરા પાડવામાં મદદ કરવા માટે તકો ઊભી કરે છે.”

ઇન્સ્પર એક બ્રાઝિલિયન કંપની છે જે શ્રેષ્ઠતાના વિશ્વસ્તરના ધોરણોને અનુસરે છે અને માને છે કે તેની તાકાત તેના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સમાજના વાસ્તવિક પડકારોનો સામનો કરવાની ક્ષમતામાં રહેલી છે. નવું એઆઈ-સંચાલિત રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર આ મિશનને આગળ ધપાવે છે અને અત્યાધુનિક, અસર ઊભી કરે તેવા સંશોધન પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તે ઇન્સ્પર કમ્યૂનિટીની ઇકોસિસ્ટમને સમૃદ્ધ બનાવતા વાઇબ્રન્ટ શહેરી કેમ્પસના તેના વિઝનને પણ સાર્થક કરે છે.

ઇન્સ્પરના પાઉલો કુન્હા ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ હબના હેડ રોડ્રિગો અમાન્ટેઆએ જણાવ્યું હતું કે, “ટીસીએસના સહયોગ સાથે ઇન્સપરના કેમ્પસમાં નવી સ્પેસનું ઉદ્ઘાટન નવીનતા દ્વારા બ્રાઝિલના પરિવર્તનને આગળ ધપાવવાના મિશનને મજબૂત બનાવે છે. પાઉલો કુન્હા ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ હબમાં, અમે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીએ છીએ, સંસ્થાઓ સાથે ભાગીદારીમાં નવીનતાને પ્રોત્સાહન આપીએ છીએ અને એક જીવંત સમુદાયનું જતન કરીએ છીએ. આ ભાગીદારી ન કેવળ વાસ્તવિક વ્યવસાયિક પડકારોનો ઉકેલ રજૂ કરતા અત્યાધુનિક એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ પ્રોજેક્ટ્સ વિકસાવવાની અમારી ક્ષમતાને આગળ વધારશે પરંતુ અમારા વિદ્યાર્થીઓને અમે જે શીખવાની તકો અને અનુભવો પ્રદાન કરીએ છીએ તેનો પણ વિસ્તાર કરશે.”

4,500થી વધુ પેટન્ટ સાથે, ટીસીએસ ભવિષ્ય માટે તૈયાર ટેકનોલોજીઓને આકાર આપી રહી છે. એઆઈ-સંચાલિત રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર, દૂરંદેશીપણા માટે સક્ષમ વ્યૂહાત્મક આયોજન દ્વારા ભવિષ્યના વ્યવસાય અને ટેક્નોલોજીકલ ક્ષેત્રની ધારણા કરવા અને તેમાં આગળ વધવામાં વ્યવસાયોને મદદ કરશે. તે TCS Pace™ મેથોડોલોજી અને એઆઈ, સાયબર સિક્યોરિટી, રોબોટિક્સ અને પ્રોટોટાઇપિંગ લેબ્સ પર આધારિત અનુરૂપ કો-ઇનોવેશન અનુભવો પૂરા પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ગ્રાહકો વાસ્તવિક વ્યવસાયિક પડકારો રજૂ કરી શકે છે અને ટીસીએસની સાથે મળીને હાઇ સ્પીડ પર ફંક્શનલ પ્રોટોટાઇપ્સ વિકસાવવા માટે નવીનતા લાવી શકે છે.

ટીસીએસના સીટીઓ ડો. હેરિક વિને જણાવ્યું હતું કે, “TCS Pace Port™ São Pauloના લોન્ચ સાથે, અમે બ્રાઝિલના કેન્દ્રમાં ટીસીએસની નવીનતા ક્ષમતાઓનો વિસ્તાર કરતા આનંદિત છીએ. આ સેન્ટર અમારા રિસર્ચ, ઇનોવેશન અને શિક્ષણ જગત, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ તથા ઇકોસિસ્ટમ પાર્ટનર્સ ધરાવતા TCS Co-Innovation Network™ (COIN™) ને અમારા ગ્રાહકો સુધી પહોંચાડશે કારણ કે અમે સાથે મળીને  ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. ઇન્સ્પર સાથેની અમારી ભાગીદારી બ્રાઝિલમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો લાભ લેવા માટે એક શાનદાર લોન્ચપેડ છે. TCS Pace Port™ São Paulo ઉદ્યોગો માટે વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અમારી ભૂમિકાને મજબૂત બનાવે છે, તેમની પરિવર્તન યાત્રાને વેગ આપે છે અને પ્રદેશમાં ટકાઉ વ્યવસાય, સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે.”

આ ઇનોવેશન સેન્ટરમાં ભવિષ્યવાદીઓ, એઆઈ નિષ્ણાંતો, ડિઝાઇન થિંકર્સ અને ડેવલપર્સની સમર્પિત ટીમ કામ કરશે, જેમની પાસે ટીસીએસની ગ્લોબલ રિસર્ચ ઇકોસિસ્ટમની સીધી એક્સેસ હશે. આમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ, સ્પેસ ટેકનોલોજી અને ટકાઉપણાના ભવિષ્યની શોધ કરતા વૈજ્ઞાનિકો અને સંશોધકોનો સમાવેશ થાય છે. આ સેન્ટર પ્રોટોટાઇપિંગને વેગ આપવા અને લેટિન અમેરિકામાં સંસ્થાઓને તેમની ડિજિટલ પરિવર્તન યાત્રામાં ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

ટીસીએસ બ્રાઝિલના કન્ટ્રી હેડ બ્રુનો રોચાએ જણાવ્યું હતું કે, “ડિજિટલ પરિવર્તનના સંદર્ભમાં, જેમાં સંસ્થાઓને સતત અનુકૂલન સાધવાની જરૂર પડે છે, નવીનતા કોઈપણ વ્યવસાય વ્યૂહરચનાનું કેન્દ્ર હોવી જોઈએ. બ્રાઝિલમાં ટીસીએસ એઆઈ-સંચાલિત રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર, અત્યાધુનિક ટેકનોલોજીને મૂર્ત વ્યવસાયિક પરિણામોમાં રૂપાંતરિત કરવાના અમારા સ્પષ્ટ હેતુને સમર્થન આપે છે. અમે પ્રોટોટાઇપ્સ અને ફંક્શનલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અમારા ગ્રાહકોના પડકારોમાં ઊંડા ઉતરવા માંગીએ છીએ અને એ વિશ્વાસને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ કે તેઓ બધા કરતા આગળ રહે છે.”

ટીસીએસે 2002માં લેટિન અમેરિકામાં કામગીરી શરૂ કરી હતી, જે હાલમાં નવ દેશોમાં વિતરિત 16 શહેરોમાં કાર્યરત છે, જેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, કોલંબિયા, ચિલી, એક્વાડોર, ગ્વાટેમાલા, મેક્સિકો, પેરુ અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે. TCS LATAM આ પ્રદેશમાં અને ઇન-શૉર મોડેલ્સ દ્વારા 500થી વધુ ગ્રાહકોને સેવા આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.