રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટના ટીઝરમાં શહેનાઝ ગિલ
વિરાટની રમતની શૈલીની પ્રશંસા કરી
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના વખાણ કરતી જોવા મળી વિરાટ કોહલી અભિનેત્રી શહેનાઝ ગિલનો ચાહિતો છે
મુંબઈ,વિરાટ કોહલીના ચાહકોની લીસ્ટમાં અભિનેત્રી-ગાયિકા શહેનાઝ ગિલનું નામ પણ ઉમેરાયું છે. તાજેતરનાં પોડકાસ્ટમાં, શહેનાઝે વિરાટ કોહલી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યાે હતો અને તેની રમતની શૈલીની પ્રશંસા કરી હતી.રણવીર અલ્હાબાદના ટૂંક સમયમાં રિલીઝ થનારા પોડકાસ્ટના ટીઝરમાં શહેનાઝ ગિલ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના વખાણ કરતી જોવા મળી હતી.
તેણે કહ્યું કે વિરાટના કારણે જ તેણે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું.તેણે કહ્યું કે, મેં વિરાટ કોહલીના કારણે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું. તેણે વધુમાં કહ્યું કે, તેને વિરાટની રમવાની શૈલી ગમે છે, તેને એટિટ્યૂડ ગમે છે, જેમ કે મિડલ ઓર્ડરમાં આવી રમવું.એ જ રીતે આખી દુનિયા વિરાટ કોહલીને પસંદ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે તે કોને ડેટ કરશે, કોની સાથે હેંગઆઉટ કરશે અને રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાથી તે કોને છોડશે.
આ અંગે અભિનેત્રીએ પહેલાં તો કોઈની પસંદગી કરવાનો ઇનકાર કર્યાે હતો અને કહ્યું હતું કે તે બધાં ખૂબ જ સન્માનિત છે.પરંતુ બાદમાં થોડી વિરામ બાદ તેણે કહ્યું કે, વિરાટ કોહલી સાથે ડેટ, હેંગઆઉટ અને ડિચ્સ બધું જ છે. દ’બિગ બોસ’ અને પંજાબી ફિલ્મ ‘હૌસલા રાખ’માં અભિનય માટે જાણીતી ગાયક-અભિનેત્રી તેની તાજેતરની ફિલ્મ ‘ઇક કુડી’થી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ ફિલ્મ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ મોટા પડદા પર આવી હતી.SS1
