રોમાન્ટિક હિરો હર્ષવર્ધન રાણે હવે એક્શન ફિલ્મ ફોર્સ થ્રીમાં
જ્હોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરશે
આ ફ્રેન્ચાઈઝી ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૧માં અને બીજો ૨૦૧૬માં રીલિઝ થયો હતો
મુંબઈ,‘એક દિવાને કી દિવાનિયત’ની અપેક્ષા કરતાં પણ અનેકગણી સફળતાથી ચર્ચામાં આવી ગયેલા હિરો હર્ષવર્ધન રાણેને હવે એક એક્શન ફિલ્મ ‘ફોર્સ થ્રી ‘ મળી છે. આ ફિલ્મ માટે હર્ષવર્ધનને ૧૫ કરોડની ફી ઓફર થયાનું કહેવાય છે. તેની હાલની ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’ માટે તેને આશરે બેથી ત્રણ કરોડ રુપિયા જ મળ્યા હતા.
પરંતુ, હવે તે એક સફળ હિરો તરીકે એસ્ટાબ્લીશ થઈ જતાં તેને અનેકગગણી વધુ ફી ઓફર થી રહી છે. ‘ફોર્સ થ્રી’નું શૂટિંગ આગામી વર્ષે શરુ થશે. આ ફ્રેન્ચાઈઝી ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૧માં અને બીજો ૨૦૧૬માં રીલિઝ થયો હતો. ત્રીજા ભાગ માટે દિગ્દર્શન ભાવ ધુલિયાનું છે. SS1
