Western Times News

Gujarati News

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાની હવે સાઉથ સિનેમામાં એન્ટ્રી

તેલુગુ ફિલ્મ સાઇન કરી આ ફિલ્મનું નિર્માણ

શ્રી વેંગમમ્બા મૂવીઝના બેનર હેઠળ અંજૈયા ઉદ્દીને અને ઉષા ઉદ્દીનીને કરી રહ્યા છે

મુંબઈ, પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સૌથી વધુ હેડલાઇન્સ મેળવનાર ચહેરો મોનાલિસા હતો. મહાકુંભમાં માળા વેચતા ફરતી મોનાલિસાને ખબર નહોતી કે તેનું જીવન કેવી રીતે બદલાઈ જશે. ઇન્દોરની મોનાલિસા ભોંસલે તેની સુંદર આંખો અને સુંદર ચહેરાઓથી ભીડમાં ધ્યાનનું કેન્દ્ર બની ગઈ. તેના ઘેરા રંગ, માંજરી આંખો અને આકર્ષક લક્ષણોએ તેને સોશિયલ મીડિયા પર રાતોરાત સેન્સેશન બનાવી દીધી.

હવે મોનાલિસાએ વધુ એક છલાંગ લગાવી છે.હવે ગીતો ઉપરાંત તેણીને ફિલ્મોમાં તકો પણ મળી છે. એવું કહેવાય છે કે મોનાલિસાએ સનોજ મિશ્રા દ્વારા દિગ્દર્શિત “ધ ડાયરી ઓફ મણિપુર” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યાે છે. આ ફિલ્મમાં મોનાલિસાએ એક આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવી છે. આ સાથે મોનાલિસાએ હવે દક્ષિણ ભારતીય સિનેમામાં પ્રવેશ કર્યાે છે.

અહેવાલ અનુસાર મોનાલિસા તેલુગુ ફિલ્મમાં અભિનય કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેલુગુ ફિલ્મ “લાઇફ” માં અભિનય કરતી જોવા મળશે. તેણી આ ફિલ્મ વિશે મીડિયાને પણ મળી હતી અને વાત કરી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ ફિલ્મને લાગતા ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એક પેન-ઇન્ડિયા ફિલ્મ હશે જેમાં મોનાલિસા “ક્રશ” અને “ઇટ્‌સ ઓકે ગુરુ” જેવી ફિલ્મો માટે જાણીતા ચરણ સાઈ સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ શ્રી વેંગમમ્બા મૂવીઝના બેનર હેઠળ અંજૈયા ઉદ્દીને અને ઉષા ઉદ્દીનીને કરી રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.