Western Times News

Gujarati News

પિરામલ ફાઇનાન્સનું BSE અને NSE પર લિસ્ટિંગ થયું: FY2028 સુધીમાં રૂ. 1.5 લાખ કરોડની AUMનું લક્ષ્ય

• વ્યૂહાત્મક મર્જરની કામગીરી પૂરી કરીને એક એકીકૃત, રિટેલ, ટેક-સંચાલિત એનબીએફસી બનાવી
• ચાર વર્ષમાં એયુએમ ચાર ગણી વધીને રૂ. 90,000 કરોડથી વધુની થઈ, સમગ્ર ભારતમાં 5.2 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવાઓ આપે છે
• 428 શહેરોમાં કામગીરી, હાલ 517 બ્રાન્ચ જેમાં આગામી 3-4 મહિનામાં નવી 75 ઉમેરવાની યોજના
• એઆઈ સંચાલિત અભિગમથી બે જ વર્ષમાં ઓપરેટિંગ કોસ્ટ-ટુ-એયુએમ 6.5 ટકાથી ઘટીને 3.9 ટકા થઈ

મુંબઈ, 7 નવેમ્બર, 2025 – પિરામલ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip Code: 544597; NSE symbol: PIRAMALFIN) નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર તેના લિસ્ટિંગ સાથે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (પીઈએલ)ના તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સફળ મર્જર બાદ એક એકીકૃત, રિટેલ-કેન્દ્રિત એનબીએફસી કંપની અસ્તિત્વમાં આવી હતી અને તેના બાદ આ લિસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

પિરામલ ફાઇનાન્સના ચેરમેન આનંદ પિરામલ, પિરામલ ફાઇનાન્સના એમડી અને સીઈઓ જયરામ શ્રીધરન, પિરામલ ગ્રુપના ગ્રુપ પ્રેસિડેન્ટ રૂપેન ઝવેરી, એનએસઈના મેનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ આશિષકુમાર ચૌહાણ તથા સમગ્ર પિરામલ પરિવારના સભ્યો અને પિરામલ ફાઇનાન્સ મેનેજમેન્ટ ટીમ દ્વારા એનએસઈ ખાતે ઓપનિંગ બેલ વગાડવાની વિધિ હાથ ધરાઈ હતી.

આ સીમાચિહ્ન અંગે પિરામલ ફાઇનાન્સના ચેરમેન આનંદ પિરામલે જણાવ્યું હતું કે, “આ લિસ્ટિંગ સાથે નાણાંકીય સેવાઓમાં ભારતની સૌથી મહત્વાકાંક્ષી પરિવર્તન યાત્રાઓમાંની એક સાકાર થવા પામી છે. માત્ર ચાર વર્ષમાં, પિરામલ ફાઇનાન્સ એક હોલસેલ ધિરાણકર્તાથી રિટેલ-કેન્દ્રિત, ટેકનોલોજીની આગેવાની ધરાવતી સંસ્થા બની છે જે ઉભરતા ભારતની ભાવના અને આકાંક્ષાને આગળ ધપાવે છે. અમારો હેતુ સ્પષ્ટ છે: લાખો લોકો માટે નાણાંકીય પહોંચને સરળ, વિશ્વસનીય અને પારદર્શક બનાવવાનો. આ લિસ્ટિંગ અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેની સાથે અમારા હિસ્સેદારો માટે નવી જવાબદારી આવે છે. પિરામલ ફાઇનાન્સના સૌથી આશાસ્પદ પ્રકરણો હજુ ઘણા આગળ છે.”

પિરામલ ફાઇનાન્સના એમડી અને સીઈઓ જયરામ શ્રીધરને ઉમેર્યું હતું કે, “આજે થયેલું લિસ્ટિંગ પિરામલ ફાઇનાન્સ માટે એક નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે જે સ્કેલ, ટેકનોલોજી-સમર્થિત નવીનતા અને ગ્રાહક-પ્રથમ અભિગમ દ્વારા વ્યાખ્યાયિત છે. માત્ર થોડા વર્ષોમાં અમે ભારતના સૌથી મજબૂત એઆઈ-સંચાલિત રિટેલ ધિરાણ પ્લેટફોર્મ પૈકીનું એક પ્લેટફોર્મ બનાવ્યું છે, જે અમને ભારતની ક્રેડિટ જરૂરિયાતોના વ્યાપક સ્પેક્ટ્રમને પૂર્ણ કરવાની ક્ષમતા આપે છે.

અમારું લક્ષ્ય નાણાંકીય વર્ષ 2028 સુધીમાં રૂ. 1.5 લાખ કરોડની એયુએમ સુધી પહોંચવાનું તથા ઉદ્યોગ-અગ્રણી વળતર જાળવી રાખવાનું તેમજ અમારી સમગ્ર ભારતમાં હાજરીને વધુ ગાઢ બનાવવાનું છે. ટેકનોલોજીને માનવ સૂઝ સાથે જોડીને, અમે ભારતના વિકાસના આગામી દાયકા માટે વધુ સમાવેશક અને સ્થિતિસ્થાપક નાણાંકીય સંસ્થા બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

કંપનીની એયુએણ નાણાંકીય વર્ષ 2021માં રૂ. 49,000 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 91,477 કરોડ થઈ ગઈ છે. રિટેલ પોર્ટફોલિયો હવે કુલ એયુએમના 82 ટકાથી વધુ છે. પિરામલ ફાઇનાન્સ હવે 428 શહેરોમાં 517 શાખાઓ સાથે 13,000થી વધુ પિન કોડમાં 5.2 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવાઓ આપે છે. પ્રોડક્ટ ઓફરિંગમાં હોમ લોન, પ્રોપર્ટી સામે લોન (એલએપી), નાના વ્યવસાય માટેની લોન, ડિજિટલ પર્સનલ લોન અને વપરાયેલી કાર માટેની લોનનો સમાવેશ થાય છે.

આ પરિવર્તન 2021માં રૂ. 34,250 કરોડના ડીએચએફએલના હસ્તાંતરણ દ્વારા આવ્યું હતું, જે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ હેઠળ ભારતીય નાણાંકીય સેવાઓમાં સૌથી મોટું નિરાકરણ હતું, જેણે તેની રિટેલ ફ્રેન્ચાઇઝીનો પાયો નાંખ્યો હતો.

પિરામલ ફાઇનાન્સની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે ભારતના ઓછી સેવાઓ ધરાવતા બજારોમાં સ્કેલ અને સમાવેશ બંનેને સક્ષમ બનાવે છે. ભારતની પ્રથમ એઆઈ-નેટિવ એનબીએફસી તરીકે કંપની તેના પ્રોપરાઇટરી પ્લેટફોર્મ Piramal.ai દ્વારા 45થી વધુ લાઇવ એઆઈ મોડેલ્સ ઓપરેટ કરે છે, જે ક્રેડિટ અંડરરાઇટિંગ, કલેક્શન, છેતરપિંડી શોધવા અને ગ્રાહક અનુભવને સમર્થન આપે છે.

આ અભિગમથી પિરામલ ફાઇનાન્સ પરંપરાગત ક્રેડિટ ઇતિહાસ ન ધરાવતા ગ્રાહકોને સેવાઓ આપી શકે છે તથા કાર્યક્ષમતામાં સુધારો કરે છે. મજબૂત એસેટ ક્વોલિટી (GNPA 2.6 ટકા, NNPA 1.8 ટકા) સાથે રિટેલ OPEX-to-AUM નાણાંકીય વર્ષ 2023માં 6.5 ટકાથી ઘટીને નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં 3.9 ટકા થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.