Western Times News

Gujarati News

પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા ૮ BLOને નોટિસ

પ્રતિકાત્મક

ચૂંટણી પંચે રાજ્યમાં SIRની કવાયત દરમિયાન પ્રક્રિયાઓનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા નિર્દેશો જારી કર્યા છે

કોલકાતા,  ચૂંટણી પંચે શનિવારે બંગાળમાં ૮ બૂથ લેવલ અધિકારીઓ (BLO)ને કારણ બતાઓ નોટિસ ફટકારી હતી, કારણ કે, તેઓ મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (જીંઇ)માટે ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાનો, સ્થાનિક ક્લબ અને અન્ય સ્થળોએથી ફોર્મનું વિતરણ કરી રહ્યા હતા.

આ માહિતી અધિકારીઓએ આપી છે.
ચૂંટણી પંચે રાજ્યમાં SIRની કવાયત દરમિયાન પ્રક્રિયાઓનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા નિર્દેશો પણ જારી કર્યા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના અધિકારીઓએ કહ્યું કે, ચૂંટણી પંચે રાજ્ય અધિકારીઓને બિહાર મોડેલનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના હેઠળ ર્મ્ન્ંને મતદારોના ઘરે જઈને ફોર્મ વિતરણ અને એકત્રિત કરવાની જરૂર હોય છે.

તમને જણાવી દઈએ કે, મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ઓનલાઈન મતગણતરી ફોર્મ સબમિટ કરવા માટે મતદાર ઓળખ કાર્ડની સાથે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લિંક હોવી જરૂરી છે. ચૂંટણી પંચે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું કે, જો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લિંક ન હોય તો ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

ચૂંટણી પંચ ઘરે-ઘરે જવાને બદલે ગમે-ત્યાં મતગણતરી ફોર્મનું વિતરણ કરતા બૂથ-લેવલ અધિકારીઓ (BLI)ને કારણ બતાઓ નોટિસ ફટકારી છે. આઠ બૂથ-લેવલ અધિકારીઓ ને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.