ગુજરાતની કોટન માર્કેટની જીનિંગ મિલોને તાળાં લાગવા લાગ્યાઃ આ છે કારણ
મરણ પથારીએ પડ્યો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ-MSP અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાની અસરથી કોટનની ૫૫ લાખ ગાંસડીઓનું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે અને તેની સામે કોટનની ૪૫ લાખ ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે.
(એજન્સી)મહેસાણા, ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ મરણ પથારીએ હોય તેવી સ્થિતિએ આવી ગયો છે. મહેસાણાના કડી વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષમાં ૧૧૫માંથી ૫૫ જીનિંગ ઉદ્યોગોને તાળા લાગ્યા છે. એક સમયે અહીંથી ૫૫ લાખ ગાંસડીઓ કોટન એક્સપોર્ટ થતું હતું. તેની સામે હવે હવે ૪૫ લાખ કોટન ઈમ્પોર્ટ થાય છે. સરકારે સત્વરે યોગ્ય નીતિ લાવે તેવી આશા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે.
છેલ્લા બે વર્ષમાં ૧૧૫ માંથી ૫૫ જીનિંગ મિલોને તાળાં લાગ્યા છે. એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે ગુજરાત જીનિંગ ઉદ્યોગોને અસર પડી છે. કોટનમાં ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી એક્સપોર્ટ બંધ થયું છે અને ઈમ્પોર્ટ ચાલુ થયુ છે. એક સમયે ૫૫ લાખ ગાંસાડીઓ કોટન એક્સપોર્ટ થતું અને હવે ૪૫ લાખ કોટન ઇમ્પોર્ટ થાય છે.
ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગ હવે બંધ થવા લાગ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીની અસર હવે જીનિંગ ઉદ્યોગ ઉપર પડવા લાગ્યું છે. એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ કોટન સસ્તું પડે છે અને સ્વદેશી કપાસ કોટનના ભાવ ઊંચા રહે છે. આ કારણે વિશ્વભર માં કોટન માર્કેટ તરીકે જાણીતા કડી તાલુકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૫૫ જીનિંગ મિલોને તાળાં વાગી ગયા છે.
આ વિશે ગુજરાત જીનિંગ એસોસિયેશનના સેક્રેટરી શૈલેષ પટેલે જણાવ્યું કે, કડી વિસ્તારમાં ૧૧૫ જેટલી જીનિંગ મિલો ધમધમતી હતી. પણ એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટીની નીતિના કારણે ૧૧૫ માંથી ૫૫ જીનિંગ મિલોને તાળાં વાગી ગયા છે.
બે વર્ષ પહેલાં કડીનો જીનિંગ ઉદ્યોગ ધમધમતો હતો, ત્યારે ૫૫ લાખ ગાંસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી અને હવે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી ૫૫ લાખ ગાંસડી એક્સપોર્ટ બંધ થયું અને તેના બદલે ૪૫ લાખ ગાંસડી કોટન ઈમ્પોર્ટ થવા લાગ્યું હોવાથી કડી કોટન માર્કેટની જીનિંગ મિલોને તાળાં લાગવા લાગ્યા અને ૫૫ જેટલી જીનિંગ મિલો બંધ પણ થઈ ગઈ છે.
જો સરકાર સત્વરે યોગ્ય નીતિ નહીં લાવે તો ગુજરાત નો જીનિંગ ઉદ્યોગ ૧૦૦ ટકા બંધ થવાની શક્્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતા જીનો રાતદિવસ ધમધમતા હતા. મહેસાણા જિલ્લામાં કડી અને વિજાપુર જિલ્લામાં સૌથી વઘુ કપાસના જીનો હતા, જ્યાં આંધ્ર પ્રદેશ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ખેડૂતો કપાસ વેચવા માટે આવતા હતા. ત્યારે બે વર્ષ પહેલા ૫૫ લાખ ગાંસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી
અને હવે એમએસપી અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાની અસરથી કોટનની ૫૫ લાખ ગાંસડીઓનું એક્પોર્ટ બંધ થઈ ગયું છે અને તેની સામે કોટનની ૪૫ લાખ ગાંસડી ઈમ્પોર્ટ થવા લાગી છે.
ઈમ્પોર્ટ કરાયેલી ગાંસડી ૫૧ હજારમાં પડે છે, જ્યારે કડીમાં તૈયારી થયેલી ગાંસડી ૫૪ હજારમાં પડે છે. જેના કારણે કડીની કેટલીક કપાસની જીનોને ખંભાતી તાળાં લાગ્યા છે અને સરકાર આ માટે કોઈ યોગ્ય પગલાં નહીં લે તો તમામ જીનો બંધ થઈ જેશે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ પહેલા જીનો હતા, પરંતુ સરકારની નીતિઓને કારણે તે બંધ થવા લાગ્યા છે.
સરકાર આ અંગેના પગલાં લેવા ઈચ્છે તો, બિયારણ, ખાતર, દવાઓ નિઃશુલ્ક અથવા ઓછા ભાવે આપી શકાય, બિયારણમાં સુધારો લાવી શકાય, જેથી વધારે ઉતારો આવી શકે છે. પરંતુ સરકાર આ પ્રકારની નીતિઓને અવગણી અને માત્ર એમએસપી વધારીને કામ ચલાવશે તો આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે.
