યુએસમાં એચ-૧બી વિઝાની એક લાખ ડોલરની ફીની ઉઘરાણી શરૂ
વોશિંગ્ટન ડીસી, અમેરિકન કંપનીઓના વિરોધ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એચ-૧બી વિઝાની ફી વધારીને ૧ લાખ ડોલર કરવાની જાહેરાત કરી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસએ હવે આ નવી વધારાયેલી ફીની વસૂલાત માટે રિક્વેસ્ટ ફોર એવિડન્સ મોકલી તેની ઉઘરાણી શરૂ કરી છે.
યુએસ ઈમિગ્રેશન વિભાગની આ કાર્યવાહીથી એચ-૧બી વિઝાધારકોની કુલ સંખ્યામાં ૭૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવતાં ભારતીયોની ચિંતા વધી છે. આરઈએફ જારી કરવાની સંખ્યામાં વધારો તથા તે સાથે સંકળાયેલી કાનૂની સમસ્યાઓને પગલે એચ-૧બી વિઝાના પ્રોસેસિંગ ટાઈમ તથા ખર્ચમાં વધારો થવાની શક્યતામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતના હજારો પ્રોફેશનલ્સને ફટકો પડે તેવી એક હિલચાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝાની વાર્ષિક ફી વધારી જંગી ૧ લાખ ડોલર (આશરે રૂ. ૮૮ લાખ) કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યાં હતાં. અગાઉ એચ-૧બી વિઝા ફી લગભગ ૨૦૦૦થી ૫૦૦૦ ડોલર સુધી હતી.
આ વિઝા ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેને બીજા ત્રણ વર્ષ માટે રિન્યુ કરી શકાય છે.જે કેસોમાં ફીની જરૂર ના હોય તેવા લોકોને પણ આરઈએફ જારી કરવાના પ્રમાણમાં થયેલાં વધારાને લીધે લોકોની મૂંઝવણમાં વધારો થયો છે. કોઈ અરજી કે પીટિશનમાં દસ્તાવેજો પૂરતા નહીં હોવાનું લાગવાના કિસ્સામાં યુએસ ઈમિગ્રેશનના અધિકારી વિઝા આપવા કે નહીં તેનો નિર્ણય લેવા માટે એક નોટિસ પાઠવે છે જે આરઈએફ તરીકે ઓળખાય છે.
ઈમિગ્રેશન બાબતોના એક નિષ્ણાતના જણાવ્યાં અનુસાર, એચ-૧બીની વિઝા ફીમાં કરાયેલાં તોતિંગ વધારાના હુકમની કાયદેસરતા સામે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ તથા એચ-૧બી એડવોકસી ગ્‰પ્સ સહિતના જૂથોએ કેસ કર્યાે છે.
નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે, એચ-૧બી વિઝા સાથે સંકળાયેલી નાણાકીય અને કાનૂની અનિશ્ચિતતાઓને લીધે કંપનીઓને તેમની એચ-૧બી સ્પોન્સરશિપની વ્યૂહરચનામાં ફેરફાર કરવાની ફરજ પડશે.અમેરિકામાં છેલ્લાં ૪૦ દિવસથી ચાલી રહેલું શટડાઉન હવે સમાપ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકી સેનેટે એકપક્ષીય સંમતિ ધરાવતાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
હવે આ દરખાસ્ત હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવમાં વિચારણા માટે મોકલી દેવાઇ છે. આ બિલ હેઠળ મોટાભાગના સંઘીય સંસ્થાઓને જાન્યુઆરી સુધી ફંડિંગ આપવામાં આવશે અને શટડાઉનથી અસરગ્રસ્ત કર્મચારીઓને બાકીના પૈસા આપવાની ગેરંટી મળી જશે.
આ સમજૂતી ગત અઠવાડિયાના અંત સુધીમાં ડેમોક્રેટિક સેનેટર જીન શાહીન અને મેગી હસને રિપબ્લિકન નેતા જોન થ્યૂન અને વ્હાઇટ હાઉસના પ્રતિનિધિઓ સાથે મળીને તૈયાર કરી છે. આઠ જેટલા ડેમોક્રેટ સેનેટરોએ પાર્ટી લાઇનથી વિપરીત આ બિલનું સમર્થન કર્યું છે. તેમના મદદથી બિલ ૬૦ મતોથી પસાર થયું છે.SS1MS
