રણબીર કપૂરની ‘રામાયણ’માં શ્યામક દાવર કોરિયોગ્રાફી કરશે
મુંબઈ, યશ ચોપરાની ૧૯૯૭માં આવેલી ડાન્સ ડ્રામા ફિલ્મ ‘દિલ તો પાગલ હે’ને આજે પણ લોકોના દિલોમાં યાદગાર બનાવનાર ડાન્સ માસ્ટર હવે ફરી એક વખત પોતાના ડાન્સનો જાદુ બતાવશે, એ પણ સમગ્ર દેશ જેની રાહ જુએ છે એવી રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’માં. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે નિતિશ તિવારીની આ ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી છે.
શ્યામક દાવરે કહ્યું, “હવે આ જે નવી ફિલ્મ હું કરી રહ્યો છું, એ દિલ તો પાગલ હે નથી, એ રામાયણ છે. તો ચલો રાહ જોઈએ અને જોઈએ કે શું થશે. હું હંમેશા મારી નવી ફિલ્મ વિશે ઉત્સુક હોઉં છું. હા, હું આ ફિલ્મ કોરિયોગ્રાફ કરી રહ્યો છું. આ ફિલ્મની કોરિયોગ્રાફી ઘણી અલગ છે, એટલે જ હું એ ફિલ્મ કરી રહ્યો છું.”
શ્યામકે ‘દિલ તો પાગલ હે’ પછી ૧૯૯૯માં ‘તાલ’ ફિલ્મ માટે પણ કોરિયોગ્રાફી કરી હતી. તેઓ પોતાના ડાન્સ ક્લાસ અને દેશના બાળકોને ડાન્સની તાલીમ આપવા માટે પણ જાણીતા છે.
આજે ઘણા એવા કલાકારો છે, જેમણે બાળપણમાં શ્યામક દાવર પાસે તાલીમ લીધી છે. તેમણે તાલ માટે કરેલી કોરિયોગ્રાફી પણ યાદગાર છે, સાથે જ તેઓ ઇન્ટરનેશનલ સ્ટેજ પર મોટા શો પણ કરી ચુક્યા છે.
નિતેશ તિવારીની રામાયણ બે ભાગમાં બની રહેલી ફિલ્મ છે, જેમાં આ મહાકાવ્યને નવા દૃષ્ટિકોણ સાથે રજૂ કરવામાં આવશે. જેમાં રનબીર કપૂર ભગવાન રામનો રોલ કરશે અને સાઇ પલ્લવી સીતાનો રોલ કરશે. જ્યારે યશ રાવણ, સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ના દિવસે રિલીઝ થશે અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળી પર રિલીઝ થશે.SS1MS
