Western Times News

Gujarati News

અનુશ્કા શર્માની ‘છકડા એસ્ક્પ્રેસ’ની વીમેન્સ વર્લ્ડ કપમાં જીત બાદ ડિમાન્ડ

મુંબઈ, અનુશ્કા શર્માની ૨૦૨૨માં ‘કાલા’ પછી કોઈ ફિલ્મ જોવા મળી નથી. ત્યારે તેના ફૅન્સને ફરી એક વખતે તેની કોઈ ફિલ્મ જોવા મળશે એવી શક્યતા હવે છે.

સાત વર્ષે તેની કોઈ ફિલ્મ જોવા મળશે. તેણે ૨૦૨૨માં ઝુલન ગોસ્વામી પરની સ્પોટ્‌ર્સ બાયોપિક ‘છકડા એક્સ્પ્રેસ’ શૂટ કરી હતી. પરંતુ કોઈના કોઈ કારણસર આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. ત્યારે હવે એવા અહેવાલ છે કે તેઓ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવાની કોશિશ કરી રહ્યા છે. હવે ઇન્ડિયન વીમેન્સ ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત પછી લોકોને ફરી એક વખત આ ફિલ્મ જોવામાં રસ પડ્યો છે.

તેથી વર્લ્ડ કપ જીત્યા ત્યારથી આ ફિલ્મ માટે સોશિયલ મીડિયા પર માગણી કરવામાં આવી રહી છે.આ અહેવાલો અનુસાર, ફિલ્મના પ્રોડ્યુસર્સે ઓટીટી પ્લેટફર્મને સીધું જ લખ્યું છે, કે તેઓ આ ફિલ્મ તેમના પ્લટફર્મ પર રિલીઝ કરવા પર વિચાર કરે.એવા પણ અહેવાલ છે કે તેમણે નેટફ્લ્કિસ ઇન્ડિયાનો સંપર્ક કર્યાે છે.

જેથી તેઓ પોતાના આંતરિક વિખવાદોથી ઉપર ઉઠીને આ ફિલ્મ પર વિચાર કરે જેથી તેમની ફિલ્મ વાસ્તવિક જીવનમાં લોકો સુધી પહોંચી શકે અને સવારનો સૂરજ જોઈ શકે. સાથે તેમણે એવું પણ લખ્યું કે આ ફિલ્મ જુલન જેવી હસ્તી પર બનેલી છે, જે ખરેખર દર્શકો સુધી પહોંચવાને લાયક છે.

આ અંગે એક સુત્રએ જણાવ્યું કે પ્રોડક્શન હાઉસે બજેટથી બહાર નીકળીને આ ફિલ્મ બનાવી છે પરંતુ જે રીતે ફિલ્મ બની છે, તેનાથી નેટફ્લ્કિસની ટીમ શરૂઆતમાં ખુશ નહોતી. સુત્રે જણાવ્યું કે તેમ છતાં આ ફિલ્મ એક મજબુત ફિલ્મ છે. તેથી હવે ટીમમાં આંતરીક ચર્ચાઓ શરૂ થઈ છે. તેથી એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં ફિલ્મની ટીમ તરફથી આ અંગે કોઈ સારા સમાચાર આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.