રાજામૌલીની ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનનો ‘કુંભા’ લૂક જાહેર થયો
મુંબઈ, રાજામૌલીની ફિલ્મની લાંબા સયથી ચર્ચા ચાલી રહી છે. સેટ પરથી વાયરલ થયેલી કેટલીક તસવીરો અને ફિલ્મના નામની જાહેરાત સિવાય હજુ સુધી કંઈ જ જોવા મળ્યું નથી. ત્યારે ૧૫ નવેમ્બરે તેઓ હૈદ્રાબાદમાં એક મોટી ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે. તે પહેલાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાની આ ફિલ્મમાંથી પૃથ્વીરાજ સુકુમારનનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે.
એસએસ રાજામૈલીએ પોતાના સોશિયલ મીડિયા પર પૃથ્વીરાજને ‘કુંભા’ તરીકે જેહરહ કરતી એક તસવીર જાહેર કરી છે, જેમાં પૃથ્વીરાજ, ઉગ્ર અને શક્તિશાળી વિલન તરીકે દેખાય છે. આમાં પૃથ્વીરાજ એક હાઇટેક વ્હીલચેરમાં બેઠો છે અને તેમાંથી રોબોટીક હાથ બહાર આવી રહ્યા છે. એ દર્શાવે છે કે આ ફિલ્મનો વિલન ક્યારેય જોવા ન મળ્યો હોય એવો હશે.
રાજામૌલી અને મહેશબાબુની આ ફિલ્મ એક મોટી જંગલ એડવેન્ચર ફિલ્મ છે, જેને હંગામી ધોરણે ‘ગ્લોબ ટ્રોટર’ નામ આપવામાં આવ્યું હતું. ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ જેવી ગ્લોબલી સફળ થયેલી ફિલ્મની છાપ સાથે આ ફિલ્મની જાહેરાત થઈ એ પહેલાંથી જ આ ફિલ્મ માટે ઘણી આતુરતા અને ઉત્સુકતા છે.
ત્યારે રાજામૌલીએ આ ફિલ્મ અંગે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું, “તેમની ત્રણેયની સાથે ક્લાઇમેક્સનાં શૂટ વચ્ચે ગ્લોબ ટ્રોટરની ઇવેન્ટ માટે પણ ઘણી તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ, જે અમે પહેલા કરેલાં દરેક કામથી ઘણું અલગ છે. તમે બધા હવે ૧૫ નવેમ્બરે તેની ઝલક મેળવી શકો તેના માટે આતુર છીએ.”
આ પોસ્ટ પરથી અંદાજ આવે છે અને એવા અહેવાલો છે કે હાલ આ ફિલ્મના ક્લાઇમેક્સ માટે મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન ત્રણેય સાથે શૂટિંગ ચાલી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આ શૂટ રાજામૌલીની કોઈ પણ ફિલ્મ માટે ટેન્કિકલી સૌથી વધુ પડકારજનક શૂટિંગ છે. ત્યારે હવે પૃથ્વીરાજના આ પોસ્ટર લોંચ સાથે ફિલ્મના પ્રમોશનની મોટા પાયે શરૂઆત થઈ ગઈ છે. સાથે રાજામૌલીએ એવું પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં ફિલ્મ વિશે અલગ અલગ અપટેડ અને સરપ્રાઇઝ મળતી રહેશે.SS1MS
