શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ ૩૫૦ કરોડના ખર્ચે બની રહેલી સૌથી મોંઘી ફિલ્મ
મુંબઈ, શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ દિવસે ને દિવસે મોટી ફિલ્મ બની રહી છે, આ ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કાસ્ટ લેવામાં આવી છે. સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે એવી આ ફિલ્મ ઇન્ડિયન સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની રહી છે.
કેટલાક સુત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ૩૫૦ કરોડના મસમોટા બજેટ સાથે બની રહી છે. આ બજેટમાં હજુ શાહરુખ અને ટીમ ફિલ્મની પબ્લિસિટી અને જાહેર ખબરોમાં જે ખર્ચ કરવાની છે, તેનો તો સમાવેશ થયો જ નથી.આ અંગે ઇન્ડસ્ટ્રીના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “કિંગમી શરૂઆત એક એક્શન થ્રિલર ફિલ્મ જેમાં શાહરુખનો એક લાંબો કેમિયો હોય એ રીતે થઈ હતી, જેને સુજોય ઘોષ ડિરેક્ટ કરવાના હતા.
શરૂઆતમાં આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડ હતું. પરંતુ આ ફિલ્મની સ્ક્રિપ્ટને વધુ સારી અને વધુ મોટી બનાવવાની શક્યતા હતી. જ્યારે સિદ્ધાર્થ આનંદની ડિરેક્ટર તરીકે એન્ટ્રી થઈ, તો એ શાહરુખ ખાન સાથે બેઠા અને એક મોટા સ્કેલની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, તેમાં ક્યારેય જોવા ન મળી હોય એવી એક્શન સિક્વન્સ ડિઝાઇન કરવામાં આવી. શાહરુખ એક એવો પ્રોડ્યુસર છે, જે દર્શકોને મજા કરાવવા અને મોટા પડદે જોવામાં અલગ અનુભવ કરાવે એવા દૃશ્યા તૈયાર કરવવા ગમે છે.
તેમણે સિદ્ધાર્થ આનંદને છુટો દોર આપી દીધો હતો અને તેમણે ૩૫૦ કરોડનું બજેટ નક્કી કર્યું.”શાહરુખને સિદ્ધાર્થનું આ ફિલ્મ માટેનું વિઝન ગમ્યું અને તેણે જે પ્રકારના સીન વિચાર્યા હતા તેનાથી શાહરુખ અચંભિત થઈ ગયો હતો. સુત્રએ જણાવ્યું, “કિંગ એક ભારતમાં બનેલી ગ્લોબલ ફિલ્મ છે.
પશ્ચિમી દેશોમાં જે પ્રકારની ફિલ્મ બનાવવામાં લાખો ડોલર ખર્ચાઈ જાય છે, તે ફિલ્મ સિદ્ધાર્થ આનંદ તેના પાંચમા ભાગના ખર્ચમાં જ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં છ મોટા એક્શન સીન પણ છે, જેની પરફેક્ટ ડિઝાઈન કરવામાં આવી છે.
તેમાંથી ત્રણ સીન તો વાસ્તવિક લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ત્રણ સીન સેટ પર શૂટ કરવામાં આવશે.”શાહરુખની એન્ટ્રી જે એક્શન સીનથી થવાની છે, તેના માટે જ ખુબ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, તે આ ફિલ્મનો સૌથી મોટો અને મહત્વનો સીન હશે. આ ફિલ્મને ગૌરી ખાન અને મમતા આનંદે પ્રોડ્યુસ કરી છે, જે ૨૦૨૬માં રિલીઝ થશે.
આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે સુહાના ખાન પણ છે. તે ઉપરાંત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, રાઘવ જુયાલ, અનિલ કપૂર, જેકી શ્રોફ, અર્ષદ વારસી, સૌરભ શુક્લા, જયદીપ આહલાવત, અભય વર્મા અને અક્ષય ઓબેરોય સહીતના કલાકારો છે.
જયદીપ અને રાઘવ પહેલી વખત શાહરુખ સાથે કામ કરશે, જ્યારે જેકી શ્રોફ, અનિલ કપૂર અને શાહરુખે છેલ્લે ૧૯૯૫માં ત્રિમૂર્તિ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. શાહરુખને હાથમાં ઇજા થવાથી આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે અટકાવાયું છે, તે ટૂંક સમયમાં ફરી શરૂ થઈ જશે.SS1MS
