અક્ષય અને અનીસની ફિલ્મનું ફેબ્રુઆરીમાં શૂટ શરુ થશે
મુંબઈ, અનીસ બાઝમી અને અક્ષય કુમાર આ પહેલાં એકસાથે ‘વેલકમ’ અને ‘સિંઘ ઇઝ કિંગ’ જેવી ફિલ્મ સાથે કરી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ ફરી સાથે કામ કરવાના હોવાના અહેવાલો છે. કેટલાક સુત્રો ખાતરી સાથે કહ્યુ છે કે, તેઓ બંને વેંકટેશની ફિલ્મ સંક્રાંતિકી વસ્તુનામની વાર્તાને નવા સ્વરુપમાં રજુ કરશે.
આ ફિલ્મ દિલ રાજુ પ્રોડ્યુસ કરશે અને એક સંપુર્ણપણે કોમેડી ફિલ્મ હશે.સુત્રના જણાવ્યા અનુસાર, “અનીસ અને અક્ષય બંનેને ફિલ્મનો પ્લોટ ગમ્યો છે અને આ ફિલ્મમાં હિરો પત્ની અને ભૂતપૂર્વ ગર્લળેન્ડ વચ્ચે કઈ રીતે ફસાય છે, તેની વાત છે.
જોકે, મૂળ ફિલ્મ તેલુગુ ભાષામાં હોવાથી તેમાં તેલુગુ સંસ્કૃતિ અને સંદર્ભાેની ઘણી અસર છે. તેથી હિન્દી દર્શકો આ ફિલ્મ સાથે પોતાને જોડી શકે તે માટે અનીસ બાઝમી તેની વાર્તા પર પ્લોટને હતો એવો જ રાખીને મહેનત કરી રહ્યા છે.”
તેમણે આગળ જણાવ્યું, “અનીસની પહેલાં બની ચુકેલી ફિલ્મની વાર્તાને નવા રંગરૂપમાં રજુ કરવામાં માસ્ટરી છે આ ફિલ્મ પણ પહેલાની ફિલ્મ કરતાં મોટી જ નહીં પણ વધુ રમુજી પણ હશે કારણ કે અનીસ વાર્તમાં ઘણું નવું ઉમેરવા જઈ રહ્યા છે, જે જુની ફિલ્મમાં નહોતું. આ ત્રણ દાયકાની સફરમાં અનીસે લવ ટ્રાએંગલ સાથેની ઘણી સ્ક્રિપ્ટ લખી છે, તેમાંથી આ ફિલ્મ સિચ્યુએશનલ કોમેડી જોનરમાં આવે છે.”હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે અને ટીમ ફેબ્›આરી સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવા માગે છે.
આ ફિલ્મ રીમેક હોવાનો કોઈ દાવો થયો નથી, પણ તેને નવા સ્વરૂપે રજૂ કરવામાં આવશે, સ્ક્રીનપ્લેને નવા પ્રકારના સીન સાથે રજૂ કરવામાં આવશે. સુત્રના જણાવ્યા અનુસાર, “૬૦ ટકા સીન નવી રીતે લખાયેલા હશે અને માત્ર ૪૦ ટકા સીન જ જુની ફિલ્મના પ્લોટ મુજબ રખાયા છે.” SS1MS
