400 કરતાં વધારે કિડની અને 900 કરતાં વધારે અંગોના દાન મેળવવાની ઉપલબ્ધિ મેળવતી અમદાવાદ સિવિલ
સિવિલ હોસ્પિટલમાં ગુપ્તદાન સ્વરુપે થયું ૨૧૮મું અંગદાન : લીવર , હૃદય અને બે કીડની નું દાન મળ્યું
અંગદાન કાર્યક્રમથી સિવિલ હોસ્પિટલને આજદિન સુધીમાં ૪૦૦ કિડની દાનમાં મળી:- ૪૦૦ માનવ જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય
આ ૪૦૦ કિડની ડોનેશન એ અમારા માટે એક ગૌરવશાળી માઇલસ્ટોન છે. આ દરેક દાન પાછળ એક પરિવારની પરોપકારની ભાવના તેમજ અમારી અંગદાન ટીમની અવિરત મહેનત :- ડૉ .રાકેશ જોશી ,તબીબી અધિકક્ષ સિવિલ હોસ્પિટલ અમદાવાદ
અત્યાર સુધી અંગદાન થી મળેલા ૭૨૩ અંગો થકી ૭૦૧વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું છે:-ડૉ. રાકેશ જોશી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ
કુલ ૯૦૫ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીનસુધી મેળવવામાં આવ્યુ છે:- ડૉ. રાકેશ જોષી, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
સિવિલ હોસ્પિટલ ખાતે ગુપ્ત દાન સ્વરૂપે થયેલા ૨૧૮ માં અંગદાનની વિગતો જોઇએ તો સિવિલ ના આઇસીયુ માં દાખલ મધ્યપ્રદેશના ૨૨ વર્ષીય યુવાન સારવાર દરમિયાન ૭-૧૧-૨૦૨૫ ના રોજ બ્રેઈનડેડ થતા હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા દર્દી ના સગાઓને સમજાવતા તેઓ એ અંગદાન ની સંમતિ આપી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ 218 અંગદાન થકી કુલ 723 અંગોનું દાન મળ્યું છે. આમ જોઇ એ તો 156 ચક્ષુ તેમજ 26 ચામડી ના દાન મળી કુલ 182 પેશી ઓ સાથે કુલ 905 અંગો તેમજ પેશીઓ નુ દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીનસુધી મેળવવામાં આવ્યુ છે તેમ ડો.જોષી એ વધુ માં જણાવ્યુ હતુ.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 192 લીવર, 400 કીડની, 18 સ્વાદુપિંડ, 71 હૃદય,6 હાથ, 34 ફેફસાં, 2 નાનાં આંતરડાં, 156 ચક્ષુ તથા 26 ચામડીનું દાન મળ્યુ છે.
સિવિલ હોસ્પિટલ માં થયેલ આ અંગદાનથી મળેલ 2 કીડની તથા એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું તથા હૃદયને શહેરની સીમ્સ હોસ્પિટલ ના જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ.
ચાલો, આપણે સૌ મળીને આ અભિયાનને આગળ વધારીએ અને આપણી જીંદગી પછી પણ કોઈને નવી જીંદગી આપવાનો સંકલ્પ કરીએ. ડોક્ટર રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ
