Western Times News

Gujarati News

મહિલા ક્રિકેટર રાધા યાદવને CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યુ?

ગાંધીનગર: ભારતની દીકરીઓએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ (Women’s Cricket World Cup) જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

આ વિજેતા ટીમની એક મહત્વપૂર્ણ સભ્ય, વડોદરાની પ્રતિભાશાળી ખેલાડી રાધા યાદવ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉત્સાહભેર મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાધા યાદવ અને સમગ્ર #TeamIndia ને તેમના શાનદાર પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમને ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.