Western Times News

Gujarati News

ખ્વાઝા આસિફની અફઘાનિસ્તાનને ધમકી

નવી દિલ્હી, પાકિસ્તાનમાં મંગળવારે બે મોટા આત્મઘાતી (ફિદાયીન) હુમલા થયા ષ્ઠંક, જેણે દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રથમ હુમલો રાજધાની ઇસ્લામાબાદમાં અને બીજો ખૈબર પખ્તુનખ્વાના વાનામાં સ્થિત આર્મી કેડેટ કોલેજ પર થયો હતો. આ હુમલાઓ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે પાકિસ્તાની સેના હવે અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓ પર હુમલો કરી શકે છે.

એક ટીવી કાર્યક્રમમાં બોલતા, પાક. મંત્રી ખ્વાજા આસિફે આ હુમલાઓ માટે સીધો આરોપ અફઘાન તાલિબાન પર લગાવ્યો. તેમણે કહ્યું, “અફઘાન તાલિબાન દ્વારા આશ્રય મેળવતા લોકો અમારા પર વારંવાર હુમલા કરી રહ્યા છે.” તેમણે હુમલા બાદ અફઘાન શાસન દ્વારા વ્યક્ત કરવામાં આવેલા દુઃખને ફગાવી દેતા કહ્યું કે આવા શોક સંદેશાને “પ્રામાણિકતાનો પુરાવો માની શકાય નહીં.”

આસિફે આ મામલે બળજબરીથી ભારતને પણ ખેંચ્યું અને ભારત તથા અફઘાનિસ્તાનને કોઈપણ દુઃસાહસ સામે ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન “તેનો એ જ રીતે જવાબ આપશે.” તેમણે સ્પષ્ટ કહ્યું કે જો અફઘાન અધિકારીઓ તેમની ધરતી પરથી હુમલો કરતા આતંકવાદીઓ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેશે તો પાકિસ્તાન જડબાતોડ જવાબ આપશે.

વાના કેડેટ કોલેજઃ પાકિસ્તાનનું કહેવું છે કે અહીં ૪-૫ આત્મઘાતી હુમલાખોરો પેશાવર આર્મી સ્કૂલ જેવો હત્યાકાંડ કરવાની ફિરાકમાં હતા. તેઓ કોલેજમાં હાજર ૫૨૫ કેડેટ્‌સ સહિત લગભગ ૬૫૦ લોકોને બંધક બનાવવા માંગતા હતા. જોકે, સુરક્ષા દળોની ત્વરિત કાર્યવાહીને કારણે આ મોટા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો.

આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ વાટાઘાટોના ત્રણ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હુમલા બાદ, ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા ‘x’ પર લખ્યું, “આપણે યુદ્ધની સ્થિતિમાં છીએ… ઇસ્લામાબાદમાં થયેલો આત્મઘાતી હુમલો એ કાબુલ તરફથી આવેલો એક સંદેશ છે.” આ નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી ભારે કડવાશ દર્શાવે છે. જોકે, અફઘાનિસ્તાને આ હુમલાઓમાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.