Western Times News

Gujarati News

કંગાળ પાકિસ્તાનમાં શિક્ષણ વિભાગના કર્મીઓનો ૨૮ મહિનાથી પગાર ન થતાં મોટાપાયે દેખાવ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે તેના શિક્ષણ વિભાગના કર્મચારીઓને ૨૮ મહિનાથી વેતન નથી મળ્યું. આથી નારાજ કર્મચારીઓ સડક પર ઉતર્યા છે. પગાર માગે છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુલ જણાવે છે કે, શિક્ષણ વિભાગના નિમ્ન કર્મચારીઓએ હૈદરાબાદ પ્રેસ કલબ સામે બેસી ધરણા શરૂ કર્યાનો આજે ૧૪મો દિવસ છે.

તેઓ છેલ્લા ૨૮ મહિનાથી બાકી રહેલો પગાર માગે છે. હતાશ અને આર્થિક ભીંસ અનુભવતા આ દેખાવકારોએ નારા લગાવવા શરૂ કર્યા છે. પ્લે-કાર્ડઝ દર્શાવી રહ્યા છે.

તેઓ ન્યાય અને સમયસર પગારની માગણી કરી રહ્યા છે. સાથે ભૂખ-હડતાળ શરૂ કરી છે.તેઓ કહે છે, શિક્ષણ વિભાગે ૨૦૨૧ માં નિમ્ન પદો પર ભરતી શરૂ કરી, જે પ્રમાણે ૨૦૨૩માં તેમને નોકરી મળી. તેમણે તમામ કાનૂની અને વહીવટી ઔપચારિકતા પૂરી કરી હોવા છતાં કેટલીએ સ્કૂલોના કુલ મળી ૬૬૯ કર્મચારીઓને હજી સુધી પગારનો એક પૈસો પણ નથી મળ્યો.

આથી તેઓ ગંભીર આર્થિક સંકટમાં પડી ગયા છે.આ કર્મચારીઓનું નેતૃત્વ કરી રહેલા ગુલાબ રેંડ, અસદમલ અને સૈયદ મોથ જનમ અતિશાહે કે સરકારી ઉપેક્ષાએ અમોને પરેશાન કરી દીધા છે.

અમે મકાન ભાડું ચુકવવા કે બાળકોનું પાલન-પોષણ કરવા માટે પણ અસમર્થ છીએ. આ નેતાઓને ચેતવણી આપી છે કે, સરકાર દ્વારા તમામ બાકીની રકમ અમોને ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી અમારૃં આંદોલન ચાલુ રહેશે. અત્યારે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય ઠપ્પ સમાન છે.આ કર્મચારીઓ પૈકી ઘણાએ આઈટી એક્ષપર્ટસ છે.

નિયમાનુસાર તેમને માસિક રૂ. ૪૦૦૦૦ મળવા જોઈએ તે ન મળે તો ઓછામાં ઓછા દર મહિને રૂ. (પાકિસ્તાની) ૨૫,૦૦૦ તો મળવા જ જોઈએ. જેમાંથી કશું જ મળતું નથી.

સિંધ સરકાર કહે છે કેન્દ્રમાંથી ગ્રાન્ટ જ આવતી નથી. તે અંગે, કેટલાક વિશ્લેષકો કહે છે કે, આઈએનએફ વર્લ્ડ બેન્ક વગેરે વિદેશી સંસ્થાઓ તો પાકિસ્તાનને અઢળક સહાય કરે છે, પરંતુ આરોગ્ય અને શિક્ષણ માટે પણ મળતી સહાય પાકિસ્તાનની કેન્દ્ર સરકાર આતંકવાદને પોષવામાં જ ઉડાડી દે છે. બીજી તરફ જેઓના હાથમાં આગામી પેઢી ઘડતર કરવાની જવાબદારી છે તે ભૂખે મરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.