Western Times News

Gujarati News

બોલિવૂડ એક્ટર ગોવિંદાની તબિયત લથડીઃ ઘરમાં અચાનક બેભાન થયાં

મુંબઈ, મુંબઈઃ બોલીવુડ એક્ટર ગોવિંદાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગોવિંદા મંગળવારે રાત્રે તેના ઘરમાં જ બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના વકીલ અને મિત્ર લલિત બિંદલે આ વાતની પુષ્ટિ કરી હતી. અભિનેતાની તબિયત ઠીક ન લાગતાં તેને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલે તેની હેલ્થ અપડેટ આપતાં કહ્યું કે, તે થોડી અસ્વસ્થતા અનુભવતો હતો. તેના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા છે, હવે રિપોટ્‌ર્સ અને ન્યૂરો કન્સલટેશનના અભિપ્રાયની રાહ છે. તેની હાલત સ્થિર છે.ગયા વર્ષે આૅક્ટોબરમાં ગોવિંદાને તેમના લાઇસન્સવાળી રિવાલ્વરના આકસ્મિક ફાયરિંગને કારણે પગમાં ગોળી વાગી હતી.

અભિનેતાને તેમના જૂહુ સ્થિત ઘરની નજીકની ક્રિટિકેર હોસ્પિટલમાં ઘૂંટણની નીચેના ઘા સાથે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક કલાક લાંબી સર્જરી બાદ ગોળી કાઢવામાં આવી હતી. તેમના મેનેજરના જણાવ્યા અનુસાર, ગોવિંદા પોતાની લાઇસન્સવાળી રિવાલ્વરને કબાટમાં મૂકી રહ્યા હતા ત્યારેતેમાંથી ગોળી છૂટી હતી.

ગોવિંદાનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. ગોવિંદાએ વર્ષ ૧૯૮૬માં આવેલી ફિલ્મ ‘ઇલ્ઝામ’થી બાલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી નીલમને જોવા મળ્યા હતા. સાથે જ શશિ કપૂર અને શત્›Îન સિન્હા પણ તેમની સાથે ફિલ્મમાં નજર આવ્યા હતા. ગોવિંદાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ભૂમિકા કામેડી હીરો તરીકે બનાવી છે. તેમની કામેડીને પ્રશંસકો ખૂબ પસંદ કરે છે.ગોવિંદાને તેમના પ્રશંસકો ‘ચી ચી’ના નામથી પણ જાણે છે.

ગોવિંદાએ ૧૯૮૭માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. ગોવિંદાને બે સંતાન છે – ટીના આહુજા અને યશવર્ધન આહુજા.ગોવિંદા માત્ર પોતાની કામેડી અને ફિલ્મોને કારણે જ ચર્ચામાં રહેતા નથી, પરંતુ તેમના પ્રશંસકોને તેમનો ડાન્સ પણ ખૂબ પસંદ આવે છે.

ગોવિંદાના કેટલાક ડાન્સ સાન્ગ્સ આજે પણ પ્રશંસકોની પહેલી પસંદ છે. તેમાં ‘કિસી ડિસ્કો મેં જાએં’, ‘સોના કિતના સોના હૈ’, ‘તુઝકો હી દુલ્હન બનાઉંગા’, ‘જોરુ કા ગુલામ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે.

ગોવિંદાને તેમની શાનદાર ફિલ્મોના કારણે ઓળખવામાં આવે છે. ગોવિંદાને ‘રાજા બાબુ’, ‘આંખેં’, ‘કુલી નંબર વન’, ‘આંદોલન’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘દીવાના મસ્તાના’, ‘દુલ્હે રાજા’, ‘અનાડી નંબર ૧’, ‘શોલા ઔર શબનમ’, ‘રાજા ભૈયા’, ‘જોરુ કા ગુલામ’, ‘હીરો નંબર ૧’, ‘બેટી નંબર ૧’, ‘ઘર ઘર કી કહાની’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવામાં આવી ચૂક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.