બોરસદ હાઈવે પરથી ટ્રકમાં લઈ જવાતો રૂ. ૧૨.૪૮ લાખનો દારૂ ઝડપાયો
પ્રતિકાત્મક
આણંદ, બોરસદ શહેર પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી એક ટ્રકનો પીછો કરી તેને બોચાસણ ટોલનાકા પાસે ઝડપી પાડી હતી. તેમાં ગુપ્ત ખાનું બનાવીને રાખવામાં આવેલા રુ. ૧૨,૪૮,૪૮૦નો દારુનો જથ્થો કબ્જે લઈ ડ્રાઈવરની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ ટાઉનના પીએસઆઈ એચ. એ.રીપીન, હેકો ખોડુભાઈ, ચતુરસિંહ, પોકો જયદીપસિંહ વગેરે પેટ્રોલીંગમાં હતા.
આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે ટ્રક નં. એમ.પી. ૯ એચ.એફ. ૯૧૮૮ માં ચોરખાનું બનાવ્યું છે અને તેની અંદર વિદેશી દારુ છુપાવ્યો છે. બાતમીના પગલે પોલીસે બે પંચો તૈયાર કરી બોરસદ હાઈવે ઉપર વાત્સલ્ય ઈન્ટરનેશનલ સ્કુલની સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાસદ તરફથી ટ્રક આવી રહી હતી.
પોલીસે તેને ઉભા રહેવા ઈશારો કર્યાે, પરંતુ ચાલકે ટ્રક ભગાડી મૂકી હતી. એટલે પોલીસે પીછો કર્યાે અને ટ્રકને બોચાસણ ટોલનાકા નજીક ઓવરટેક કરી ઝડપી પાડી હતી.
પોલીસે ટ્રકમાંથી ચાલકને નીચે ઉતાર્યાે તેનું નામ મહેશ ઓમકાર લાલભાટી (રહે. ચૌરાણા. મધ્યપ્રદેશ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેને સાથે રાખી ઢાંકેલી ત્રાડપત્રી ખોલીને જોયું તો ડ્રાઈવર સીટની પાછળ લોખંડની પ્લેટથી ઉપરના ભાગે નટબોલ્ટ મારી ખાનું બનાવ્યું હતું. જેની અંદર વિદેશી દારુની ૧૫૩ પેટી જેમાં ૭૩૪૪ નંગ બોટલ કિં.રુ. ૧૨,૪૮,૪૮૦નો દારુ ભરેલો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. અને દારુનો જથ્થો મોકલનાર સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે હતો.SS1MS
