જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે ૧૫ જેટલી ગાય મૃત હાલતમાં મળી આવી
અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે થી ૧૫ જેટલી ગાય મૃત હાલતમાં મળી આવી છે. જંબુસર તાલુકાના કલક ગામે ચોંકાવનારી ઘટના થી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે પણ તપાસ શરુ કરી હતી. મળતી માહિતી મુજબ, ગૌરક્ષકો દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરતાં તેમાંથી મોટી સંખ્યામાં ગૌવંશના મૃતદેહ મળી આવ્યા હતા. તેમાં કેટલીક ગાયો એવી હતી જે અઠવાડિયાથી સારવાર હેઠળ હતી, તો બીજી તરફ સૌથી વધુ વાછરડાના મૃતદેહો મળ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.
ગૌરક્ષકો માં રોષ ફેલાયો છે. તેમનો આક્ષેપ છે કે, કેટલા પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે સારવાર કરવાની જરૂર પડે ત્યારે આ ગાયને છોડી દેવામાં આવે છે.
તેઓ આગળ કહે છે કે આ ગાયોને ગૌરક્ષકો દ્વારા સારવાર તો આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ માલિક તેમની કાળજી રાખતા નથી, જેને તેઓએ“એક પ્રકારની ગૌહત્યા” ગણાવી છે.હાલ ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળેલા તમામ મૃતદેહોનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.SS1MS
