Western Times News

Gujarati News

અપોલો હોસ્પિટલ્સે ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યુઃ 5,000 લીવર ટ્રાન્સપ્લાન્ટ્સ પૂરા કર્યા

ભારત અને દક્ષિણ એશિયાના હેલ્થકેર ક્ષેત્રે નવો બેન્ચમાર્ક સ્થાપ્યો

નેશનલઃ અપોલો હોસ્પિટલ્સ ગ્રુપે અપોલો લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ 5,000 લીવર ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂરા કર્યા છે અને આ સાથે ભારત તથા દક્ષિણ એશિયાના હેલ્થકેર ક્ષેત્રે અભૂતપૂર્વ સીમાચિહ્નની ઉજવણી કરે છે.

આ અદ્વિતીય સિદ્ધિ સુધી પહોંચનારી ભારત તથા આ પ્રદેશની તે પહેલી હોસ્પિટલ ગ્રુપ બની છે. આ સીમાચિહ્ન ક્લિનિકલ ઇનોવેશન, કરૂણાપૂર્ણ સંભાળ અને 50થી વધુ દેશોમાં લીવરના છેલ્લા તબક્કાની બીમારી સામે ઝઝૂમતા લોકો માટે આશાનું નવું કિરણ લાવવાના મિશનના 25થી વધુ વર્ષોની ઉજવણી કરે છે.

 સૌપ્રથમ સિદ્ધિ મેળવવામાં અગ્રેસર રહેવાની યાત્રા

અપોલો હોસ્પિટલ્સે 15 નવેમ્બર, 1998ના રોજ ભારતનું પહેલું સફળ પીડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ હાથ ધર્યું હતું અને એક એવા વારસાના નિર્માણ તરફ આગેકૂચ કરી હતી જેણે સમગ્ર એશિયામાં લીવરની સંભાળના ક્ષેત્રને નવેસરથી વ્યાખ્યાયિત કર્યું હતું. Apollo Hospitals Achieves Historic Milestone: Completes 5,000 Liver Transplants

તે સમયે બિલિયરી એટ્રેસિયાથી પીડાતો 20 મહિનાનો બાળક સંજય આ ક્રાંતિકારી પ્રોસીજરથી લાભ મેળવનાર સૌપ્રથમ પ્રાપ્તકર્તા બન્યો હતો. જીવલેણ બીમારી સામે લડવાથી લઈને પ્રેક્ટિસ કરતા ડોક્ટર બનવા અને હવે પિતા બનવા સુધીની તેમની વાર્તા, અપોલોની હેલ્થકેર ઇકોસિસ્ટમની શક્તિનું ઉદાહરણ આપે છે જે ફક્ત વ્યક્તિગત જીવન જ નહીં પરંતુ સમગ્ર પરિવારો અને સમુદાયોમાં પણ પરિવર્તન લાવે છે.

અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડો. પ્રતાપ સી રેડ્ડીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતના હેલ્થકેર ક્ષેત્રે શું સંભવ છે તેની નવેસરથી વ્યાખ્યા કરવા માટેની અમારી મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યારે અમે 1998માં અમારા પ્રથમ ટ્રાન્સપ્લાન્ટની ઉજવણી કરી, ત્યારે મેં એક એવા ભવિષ્યનું સ્વપ્ન જોયું જ્યાં દરેક જરૂરિયાતમંદ દર્દીને વિશ્વસ્તરના સોલ્યુશન્સ મળી શકે, ભલે તે ગમે તે દેશ કે પ્રદેશમાં રહેતો હોય. 5,000 લિવર ટ્રાન્સપ્લાન્ટના સીમાચિહ્નને વટાવી જવું તે આ એવા વિઝનનો પુરાવો છે અને અમારા ઉત્સાહી ક્લિનિશિયનો તથા સ્ટાફની અવિરત ભાવનાને નમન છે.

બે દાયકાથી વધુ સમય સુધી, અપોલોના ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામે ABO-incompatible અને કમ્બાઇન્ડ લીવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ સર્જરીઓ કરવામાં તથા પુખ્ત વયના અને બાળરોગ બંને પ્રકારના દર્દીઓ, તેમાંય કેટલાક 4 મહિના જેટલા નાના અને ફક્ત 3.5 કિલો વજન ધરાવતા દર્દીઓને સેવા પૂરી પાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. તેની રાષ્ટ્રીય અસરને માન્યતા આપતા, અપોલો લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ એકમાત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છે જેને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્મૃતિચિહ્નરૂપી પોસ્ટલ સ્ટેમ્પથી સન્માનિત કરવામાં આવ્યો છે.

અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના પ્રેસિડેન્ટ અને સીઈઓ ડો. મધુ સસિધરે જણાવ્યું હતું કે અમને એ જોઈને ખૂબ ગર્વ થાય છે કે આ પ્રોગ્રામની અસર કેવળ આંકડાથી ઘણી આગળ વધે છે. તેણે ટ્રાન્સપ્લાન્ટ સર્જનોની આગામી પેઢીને તાલીમ આપવાથી લઈને, ક્રાંતિકારી સંશોધન કરવા અને સતત નવા ક્લિનિકલ બેન્ચમાર્ક સ્થાપિત કરવા સુધીની સફર ખેડી છે. આ સિદ્ધિઓ ફક્ત અપોલો માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય મેડિસિન ક્ષેત્ર માટે પ્રેરણા અને આકાંક્ષાનો સ્ત્રોત છે.

15 નવેમ્બર, 1998 અને 10 ઓક્ટોબર, 2025ની વચ્ચે અપોલો લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામે 5,001 ટ્રાન્સપ્લાન્ટ પૂરા કર્યા હતા જેમાં 4,391 એડલ્ટ અને 611 પીડિયાટ્રિક પ્રોસીજર્સ, 700 મૃત દાતા અને 73 કમ્બાઇન્ડ લિવર-કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે. 90 ટકાથી વધુ ક્લિનિકલ સફળતા દર હાંસલ કરીને, આ પ્રોગ્રામ અદ્યતન ટેકનોલોજી, વિવિધ શાખાઓમાં કુશળતા અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સના મજબૂત રાષ્ટ્રીય નેટવર્ક દ્વારા સંચાલિત હોવાથી વિશ્વના શ્રેષ્ઠ પ્રોગ્રામ્સમાં સ્થાન ધરાવે છે.

સંભાળની બાબતે અગ્રસ્થાનમાં આગેકૂચ

અપોલોનો લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામે લીવર અને વિવિધ અંગોના રોગોની વ્યાપક સારવાર માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા મેળવી છે જેમાં શિશુઓમાં છેલ્લા તબક્કાના લીવર ફેલ્યોરથી લઈને પુખ્ત વયનાઓમાં સૌથી જટિલ કેસ સુધી, જેમાં પોષણક્ષમતા, ઇન્ટિગ્રેટેડ પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ સપોર્ટ અને સર્વાંગી લાંબા ગાળાની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

ક્લિનિકલ શ્રેષ્ઠતા ઉપરાંત, અપોલોએ ફેલોશિપ, સર્જન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રોટોકોલ અને લાંબા ગાળાના ક્લિનિકલ માર્ગદર્શન દ્વારા કુશળતા શેર કરીને વૈશ્વિક સ્તરે સહયોગ કર્યો છે. આ પહેલે ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં હોસ્પિટલ્સ અને સંસ્થાઓમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સ ઊભા કરવા અને મજબૂત કરવામાં મદદ કરી છે, જેનાથી ટ્રાન્સપ્લાન્ટેશન વિશ્વભરના દર્દીઓ માટે વધુ સુરક્ષિત અને સુલભ બન્યું છે.

આ સીમાચિહ્ન અપોલોના એક સમયે એક દર્દીના જીવન પર ધ્યાન રાખીને હેલ્થકેરને આગળ વધારવાના વિઝનની પુનઃપુષ્ટિ કરે છે, જ્યારે સમગ્ર ભારતમાં નવા સેન્ટર્સ અને ટ્રેનિંગ, ટેકનોલોજી અને સહિયારા ક્લિનિકલ સ્ટાન્ડર્ડ્સને જોડતી વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારી દ્વારા પહોંચને સુલભ બનાવવાના તેના મિશનને વધુ મજબૂત બનાવે છે.

અપોલોનું ધ્યેય સ્પષ્ટ અને અડગ છે: દરેક દર્દી, ચાહે તે ગમે ત્યાં રહેતો હોય, તેને સમયસર, વિશ્વ-સ્તરનું લીવર ટ્રાન્સપ્લાન્ટેશન સુલભ બને, એવું જે છેલ્લા તબક્કાના લીવર રોગ (ESLD) અને હેપેટોસેલ્યુલર કાર્સિનોમા (HCC) માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધરાવતું હોય. આ ધ્યેય ભારત, એશિયા અને વિશ્વમાં ટ્રાન્સપ્લાન્ટ મેડિસિનમાં અપોલોના નેતૃત્વને મજબૂત બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.