દિલ્હી બ્લાસ્ટના આતંકવાદીઓના કોડવર્ડ “દાવત” અને “બિરયાની” શું હતા?
આતંકવાદીઓએ ચેટબોક્સમાં કોડવર્ડ્સનો ઉપયોગ કરતા હતા -સુરક્ષા એજન્સીઓ મળેલા આ ડિજિટલ ચેટબોક્સમાં “દાવત” અને “બિરયાની” જેવા શબ્દો આ બ્લાસ્ટ સંદર્ભે ઉપયોગમાં લેવાયા હતા
નવી દિલ્હી, દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે થયેલા આ કાર બ્લાસ્ટમાં ૧૩ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો હાલ પણ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમ જેમ તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક ખોદકામ કરી રહી છે તેમ તેમ ચોંકાવનારા રહસ્યો પ્રકાશમાં આવી રહ્યા છે કે, સામાન્ય લોકોના જીવનમાં આતંક ફેલાવનારી આ ઘટના કોઈ એક વ્યક્તિનું કૃત્ય નથી, પરંતુ એક મોટા આતંકવાદી નેટવર્કનું કાવતરું છે.
દિલ્હી કાર વિસ્ફોટની ઘટના અંગે હાલની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ છે કે, આતંકવાદીઓએ તેમની વાતચીત છુપાવવા માટે ચેટબોક્સમાં કોડવર્ડ્સનો ઉપયોગ કરતા હતા. આ કોડ એટલા સરળ લાગે છે કે કોઈને શંકા પણ ન થાય, પરંતુ તેમાં છુપાયેલું મૃત્યુનું કાવતરું હતું.
કલ્પના કરો કે, કોઈ વ્યક્તિ તમને કહે કે,”બિરયાની તૈયાર છે,” તો તમે શું વિચારો છો? એક કેઝ્યુઅલ પાર્ટીનું આમંત્રણ? પરંતુ દિલ્હી કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન, આ શબ્દો એક મૃત્યુની જાહેરાત સમાન સાબિત થયો છે. કારણ કે આતંકીઓએ બ્લાસ્ટના પ્લાનિંગ માટે આ પ્રકારના જ શબ્દોથી આખું પ્લાનિંગ કર્યું હતું.
ખરેખર સુરક્ષા એજન્સીઓને એક ડિજિટલ ચેટબોક્સ મળ્યું છે. જેની તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓએ કોડવર્ડ્સમાં આ બ્લાસ્ટ માટેનું આખું ષડયંત્ર ઘડ્યું હતું. સુરક્ષા એજન્સીઓ મળેલા આ ડિજિટલ ચેટબોક્સમાં “દાવત” અને “બિરયાની” જેવા શબ્દો આ બ્લાસ્ટ સંદર્ભે ઉપયોગમાં લેવાયા હતા, જેમાં “દાવત” નો અર્થ વિસ્ફોટ અથવા હુમલો હતો, જ્યારે “બિરયાની”નો અર્થ વિસ્ફોટકો હતો.
આ યુક્તિનો ઉપયોગ સાયબર સર્વેલન્સથી બચવા માટે કરવામાં આવ્યો હતો. તપાસ અહેવાલ મુજબ,આ કોડવર્ડ્સ મહિલા આતંકી ડો. શાહીન દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ ખુલાસો દ્ગૈંછની ડિજિટલ ફોરેન્સિક તપાસ દ્વારા થયો હતો.
નોંધનીય છે કે, આ પહેલા આ કથિત આતંકવાદી ડોકટરો ટેલિગ્રામ ચેનલ પર વાતચીત કરીને આખું પ્લાનિંગ કરતા હોવાની વાત સામે આવી હતી. આ માટે તેઓએ ટેલિગ્રામ પર”રેડિકલ ડોક્ટર્સ ગ્રુપ” નામની એક ચેનલ બનાવી હતી. જેમાં ધરપકડ કરાયેલા ડોકટરો આદિલ અહેમદ, ડો. મુઝÂમ્મલ શકીલ અને શંકાસ્પદ હુમલાખોર ઉમર મોહમ્મદ પણ સામેલ હતા અને પોલીસની શંકા મુજબ ઘટનામાં મોતને ભેટનાર ડો. ઉમર, આદિલની ખૂબ નજીક હોવાનું કહેવાય છે.
