Western Times News

Gujarati News

કપડવંજ ઉમિયા માતાજી મંદિર ખાતે કાછીયા પટેલ સમાજનો પ્રથમ લગ્નોત્સવ યોજાયો

કપડવંજ માં શ્રી ઉમિયા માતાજી ના મંદિર ખાતે કાછીયા પટેલ જ્ઞાતિ સમાજ કપડવંજ આયોજિત પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાઈ ગયો હતો કાર્યક્રમના પ્રમુખસ્થાને મહેશભાઈ એ કા પટેલ યોગેશભાઈ ધાણાવાડા નડિયાદ જ્યારે અતિથિ વિશેષ પદે સંજયભાઈ ડેમાઇ મનીષભાઈ મુંબઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમૂહ લગ્નોત્સવ ના અગ્રણી હરેશભાઈ કા પટેલ ના જણાવ્યા મુજબ કાછીયા પટેલ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન માં ૧૪ જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના ૬૬ જેટલા કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી લગ્નોત્સવમાં ફ્રી ડાયાબિટીસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ૧૪ નવદંપતી ઓને ૨૧ જેટલી વસ્તુઓ નું કન્યા દાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય વસ્તુઓ કાછીયા પટેલ સમાજ દ્વારા આપવામાં આવી હતી.

આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા લોકોને વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસ કર્યા હતા જેમાં  આજના યુવાનોને આકર્ષવા સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો હતો જેમાં ખેતરનું ગાડુ લગ્ન-પ્રસંગના સોફા અને રાજદૂત મોટર સાયકલ જેવી અલગ અલગ વસ્તુ ઓ ઉપર બેસી ને લગ્નમાં આવેલા લોકોએ સેલ્ફી ફોટા લેવાનો આનંદ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.