Western Times News

Gujarati News

મહિલાઓના શરમજનક પીરિયડ ચેકિંગ મુદ્દે વકીલો સુપ્રીમના શરણે

નવી દિલ્હી, હરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં મહિલા કર્મચારીઓને માસિક ધર્મ છે કે નહીં તેના કથિત ચેકિંગના અહેવાલ પછી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરી આ મામલાની વિગતવાર તપાસ કરવા કેન્દ્ર અને હરિયાણા સરકારને આદેશ આપવાની માગણી કરી હતી. બાર એસોસિયેશનને માસિક ધર્મના દરમિયાન મહિલાઓનું અપમાન ચેકિંગ ન થાય તે સુનિશ્ચિત કરવા બંધનકર્તા ગાઇડલાઇન બનાવવાની પણ માગણી કરી છે.

પિટિશનમાં જણાવાયું છે કે કાર્યસ્થળ અને શૈક્ષણિક સંસ્થાઓમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓ અને છોકરીઓના આરોગ્ય, ગૌરવ, શારીરિક સ્વાયત્તતા અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ન થાય તે સુનિશ્ચિત કરવા ગાઇડલાઇન જારી કરવી જોઇએ.પિટિશનમાં જણાવાયું છે કે સુપરવાઇઝરોએ મહિલા કામદારો પાસેથી તેમના સેનિટરી પેડ્‌સના ફોટા મોકલવાનું કહીને ફોટોગ્રાફિક પુરાવાની માંગણી કરી હતી, તે ખૂબ જ ચિંતાજનક છે.

મહિલા કામદારો વોશરૂમમાં જઇને ફોટા ન પાડે ત્યાં સુધી તેમની સાથે મૌખિક દુર્વ્યવહાર અને અપમાનિત કરાઈ હતી અને તેમના પર દબાણ લાવવામાં આવ્યું હતું. હરિયાણાની ઘટના એકલદોકલ નથી. ઘણી સંસ્થાઓમાં મહિલાઓ અને છોકરીઓની ગરિમા, ગોપનીયતા અને શારીરિક સ્વાયત્તતાના હકના ઉલ્લંઘનના કિસ્સા બને છે.

બાર એસોસિયેશનને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ વિશાખા માર્ગદર્શિકા જેવી જ બંધનકર્તા માર્ગદર્શિકા જારી કરવી જોઇએ, જેથી મહિલા અને યુવતીઓ કાર્યસ્થળ અને શિક્ષણ સંસ્થામાં માસિક ધર્મ દરમિયાન કોઇપણ પ્રકારના ચેકિંગમાંથી પસાર થવું ન પડે. તેમાં મહિલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સાથે આદરપૂર્ણ વર્તન સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત પ્રોટોકોલ, જાગૃતિ કાર્યક્રમો અને સંસ્થાકીય કાર્યપદ્ધતિની પણ માગણી કરાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.