મહારાષ્ટ્રમાં ડીજે પર ડાન્સ મામલે ઝઘડો થતાં વરરાજા પર ચાકૂથી હુમલો કરાયો
અમરાવતી, મહારાષ્ટ્રના અમરાવતીમાં એક લગ્ન સમારોહમાં સોમવારે રાત્રે ભયનું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે લગ્નના મંચ પર વરરાજા પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો.
આ નાટકીય ઘટનામાં, લગ્નની વીડિયોગ્રાફી કરી રહેલા એક ડ્રોન કેમેરામાં હુમલાની આખી ઘટનાનું રેકોર્ડિગ થયું છે, તેમજ ભાગી રહેલા હુમલાખોરનો ડ્રોન કેમેરાની મદદથી બે કિ.મી સુધી પીછો કરવામાં આવ્યો, જેનાથી પોલીસને તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
આ ઘટના સોમવારે રાત્રે લગભગ ૯-૩૦ કલાકે બડનેરા રોડ સ્થિત સાહિલ લોનમાં સજલ રામ સમુદ્ર(૨૨)ના લગ્નમાં બની હતી. આરોપી રાઘો જિતેન્દ્ર બક્શીએ મંચ પર આવીને ૨૨ વર્ષીય વરરાજા સજલને ચાકૂથી ત્રણ ઘા માર્યા, જેના કારણે વરરાજા ગંભીરપણે ઘાયલ થયો છે. આ હુમલા પછી, આરોપી તરત જ ઘટનાસ્થળથી ભાગી ગયો.
આ દરમિયાન, લગ્ન સમારોહનું રેકો‹ડગ કરી રહેલા ડ્રોન ઓપરેટરે અવિશ્વિસનિય સ્ફૂર્તિ દેખાડી અને તરજ ડ્રોન કેમેરાને ભાગી રહેલા હુમલાખોરની પાછળ વાળી દીધા.
ડ્રોને લગભગ બે કિ.મી. સુધી હુમલાખોરને ટ્રેક કર્યાે. ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી ત્યાર પછી બાઇક પર બેસીને એક અન્ય અજાણ્યા વ્યક્તિની સાથે ફરાર થઈ ગયો. પોલીસે તરત કાર્યવાહી કરીને ડ્રોન ફૂટેજ કબજામાં લીધા છે, જે હવે સમગ્ર ઘટનાક્રમ માટે મુખ્ય પુરાવા બની ગયા છે.
એસએચઓ સુનિલ ચૌહાને આ ફૂટેજને ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યા છે, જેમાં આરોપીનો ચહેરો અને તેનો ભાગવાનો રસ્તો ચોખ્ખો જોઈ શકાય છે. પોલીસને આશા છે કે આ હાઇ-ક્વોલિટી ફૂટેજના આધારે આરોપીની જલદી ધરપકડ થઈ શકશે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો કોઈ મોટા વિવાદને કારણે નહીં, પરંતુ ડીજે પર ડાન્સ દરમિયાન થયેલા એક સામાન્ય ઝઘડાનું પરિણામ હતું, ત્યાર પછી આરોપીને ગુસ્સો આવ્યો.
ઘાયલ વરરાજા સજલ રામ સમુદ્રને તાત્કાલિક અમરાવતીની આરઆઈએમએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડોક્ટરોના કહેવા પ્રમાણે, ઘા ખૂબ ઊંડા છે, પરંતુ સમયસર સારવાર મળતા વરરાજા સજલની હાલત હવે સ્થિર છે.SS1MS
