Western Times News

Gujarati News

ભારતમાં ૨૦૨૪માં ટીબીના સૌથી વધુ દર્દી નોંધાયાઃ ડબલ્યુએચઓનો ચિંતાજનક રિપોર્ટ

નવી દિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ ૨૦૨૫ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતમાં ટીબીના સૌથી વધુ દર્દી નોંધાયા છે.

આ રોગને નાથવા માટે ફંડ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વિવિધ પ્રદેશોની રીતે જોઈએ તો સાઉથ-ઈસ્ટ એશિયામાં ૩૪ ટકા, વેસ્ટર્ન પેસિફિકમાં ૨૭ ટકા અને આળિકામાં ૨૫ ટકા દર્દીઓ વર્ષ ૨૦૨૪માં નોંધાયા હતા. જ્યારે ઈસ્ટર્ન મેડિટરેનિયનમાં ૮.૬ ટકા, અમેરિકામાં ૩.૩ ટકા અનેયુરોપમાં માત્ર ૧.૯ ટકા દર્દી નોંધાયા હતા.

વૈશ્વિક સ્તરે ટીબીના દર્દીઓનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં છે. વિશ્વના કુલ દર્દીઓમાંથી ભારતમાં ૨૫ ટકા દર્દી નોંધાયા હતા. જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન કરતાં પણ વધારે હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.

ડબલ્યુએચઓના તારણ મુજબ, વિશ્વની સૌથી મોટી આરોગ્ય સમસ્યા તરીકે ટીબીએ જોખમ વધાર્યું છે.૨૦૩૦ના વર્ષમાં વિશ્વમાં ટીબીના દર્દીઓ ઘટાડવાનું જે લક્ષ્ય અગાઉ નિર્ધારિત કરાયુ હતું, તેમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબીના દર્દીઓમાં ૫૦ ટકા ઘટાડો કરવાનું લક્ષ્યાંક ડબલ્યુએચઓ દ્વારા રખાયુ હતું.

જો કે ૨૦૧૫થી ૨૦૨૪ દરમિયાન દર્દીઓમાં માત્ર ૧૨ ટકા ઘટાડો આવ્યો હતો. ૨૦૩૦ સુધીમાં ટીબીના દર્દીઓનું પ્રમાણ ૮૦ ટકા ઘટાડવાનું લક્ષ્ય હતું, પરંતુ હવે તે સિદ્ધ થવાનું અઘરું બન્યું છે.ટીબીને રોકવા માટેનું ફંડ અપૂરતું સાબિત થયું હોવાનું નોંધતા રિપોર્ટમાં જણાવાયું હતું કે, ટીબીના નિદાન અને સારવાર માટે વર્ષ ૨૦૨૭માં ૨૨ અબજ ડોલર તથા રિસર્ચ માટે ૫ બિલિયન ડોલરના વાર્ષિક ખર્ચનું લક્ષ્યાંક રખાયુ હતું. તેની સરખામણીએ નિદાન-સારવારમાં વર્ષ ૨૦૨૩માં માત્ર ૫.૯ બિલિયન ડોલર અને રિસર્ચમાં ૧.૨ બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.

જે આ લક્ષ્યાંકની સરખામણીએ અનુક્રમે ૨૭ અને ૨૪ ટકા છે. ટીબી પ્રોગ્રામમાં દાતા તરીકે મુખ્ય ભૂમિકા ભજવી રહેલા દેશોએ ફન્ડિંગ ઘટાડ્યું હોવાથી આગામી સમયમાં અનેક દેશોમાં ટીબી નાબૂદીના કાર્યક્રમને અસર થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.