આતંકવાદી ઉમરે જ કર્યાે હતો ધડાકો, ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ
નવી દિલ્હી, દિલ્હીમાં ૧૦ નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ આઈ-૨૦ કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકવાદી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો.
કારના કાટમાળ પર મળેલા ડીએનએના આધારે આતંકવાદી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે ૧૦૦ ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યાે હતો જેના કારણે ૧૨ નિર્દાેષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે ૨૦ ઈજાગ્રસ્ત થયા. આતંકવાદીએ ૧૧ દિવસ અગાઉ જ આ કાર ખરીદી હતી. તે ફરીદાબાદના વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો સદસ્ય હતો.
સુરક્ષા એજન્સીઓ દ્વારા ફરીદાબાદ અને કાશ્મીરમાં થયેલી કાર્યવાહી જોઈ આતંકવાદી ગભરાઈ ગયો અને ઉતાવળમાં બ્લાસ્ટ કર્યાે હોવાનો પોલીસને આશંકા છે.
પોલીસને એમ પણ આશંકા છે કે આતંકવાદીના પરિવારને પહેલેથી જ જાણ હતી કે તે કટ્ટરપંથી બની ગયો છે છતાં સુરક્ષા એજન્સીઓને જાણ કરી નહીં.
નોંધનીય છે કે બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી આૅન સિક્યુરિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સરકારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને આતંકવાદી હુમલો માન્યો છે. એનઆઈએ દ્વારા સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.SS1MS
