Western Times News

Gujarati News

અમદાવાદઃ પત્નીએ આર. જે. સાથે મળી પ્રેન્ક કરતાં પતિએ છૂટાછેડા માંગ્યા

મુંબઈ, પત્નીએ આરજે સાથે મળી પ્રેન્ક(મજાક-ટીખળ) કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્રકાર પત્ની સાથે ક્‰રતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા.

જો કે, અમદાવાદ ફેમીલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરતાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરી છે. જો કે, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે બંને પક્ષકારોને જરૂરી સૂચના મેળવી આગામી મુદતે અદાલતને જાણ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી છે.

પતિના આક્ષેપો મુજબ, તેની પત્રકાર પત્નીએ આરજે સાથે મળી તેના ચારિર્ત્યને લઇ પ્રેન્ક કર્યાે હતો અને તે શેરીના કૂતરા ઘેર લાવી હતી, જે તેને કરડયા હતા.

બાદમાં પતિએ ક્‰રતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાની માંગણી કરી હતી. પતિએ કાયમી ભરણપોષણ પેટે રૂ. ૧૫થી ૨૦ લાખની ઓફર કરી હતી પરંતુ પત્ની દ્વારા રૂ.૨ કરોડની માંગણી થઈ રહી છે. અરજદાર પતિ ખાનગી નોકરી કરી રહ્યો છે, જયારે તેની પત્ની પત્રકાર છે અને તે પણ કમાય છે.

પતિ તરફથી જણાવાયું કે, પતિ-પત્નીની ઉમંર ૪૧ વર્ષની આસપાસની છે, તેથી જો સમયસર છૂટાછેડા થાય તો તેઓના બીજા લગ્નનો વિકલ્પ શકય બને. પતિએ જણાવ્યુ કે, પત્નીએ તેના નોકરીના સ્થળ પર તેની વિરૂધ્ધ બહાર અફેર હોવાનું કહીને ખોટો આરોપ લગાવ્યો હતો. જો કે, કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે આ કેસમાં બંને પક્ષકારોને જરૂરી સલાહ મસલત બાદ અદાલતને જાણ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.