શ્રૃતિ હસને રાજામૌલીની ફિલ્મ ‘ગ્લોબ ટ્રોટર’ માટે ગીત ગાયું
મુંબઈ, શ્રૃતિ હસન એક સારી ગાયક છે, તે તો જાણીતી વાત છે. હવે તેણે એસએસ રાજામૌલીની આવનારી ફિલ્મ ‘ગ્લોબ ટ્રોટર’ માટે ગીત ગાયું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે એક ખાસ વાત પણ કહી છે, આ તસવીરમાં તેની સાથે એમએમ કિરવાણી પણ દેખાય છે, તેમનો કમલ હસન સાથે પણ સંબંધ છે.
આ પોસ્ટમાં શ્રૃતિએ એક વીડિયો શેર કર્યાે છે, તેમાં તેની બાજુમાં કિરવાણી પણ એક રેકોર્ડીંગ સ્ટુડિયોમાં બેઠા છે. કિરવાણીએ કમલ હસનની ફિલ્મ નાયકનમાંથી થંનપંડી ચીમાલિયે વગાડ્યું અને શ્રૃતિ તેના પર હસતી દેખાય છે. પછી તેઓ શ્રૃતિનેગાવા માટે તૈયાર થવા કહે છે. તે ઉપરાંત શ્રૃતિએ એક ફોટો પણ પોસ્ટ કર્યાે છે. જેમાં કિરવાણી તેની સાથે ઉભા રહીને ફોટો પડાવે છે.
આ પોસ્ટની કૅપ્શનમાં શ્રૃતિએ લખ્યું છે, “એમ એમ કીરવાણી સરના સંગીતમાં ગાવું એ મારા માટે ખુશીની વાત છે. કેટલું સરકારક ગીત છે..ધમાલ મચાવી દેવા દો..ગ્લોબ ટ્રોટર. હું તો સરને શાંતિથી કિબોર્ડ વગાડતા સાંભળવા બેઠી હતી.
એમણે કહ્યું એ સામાન્ય રીતે જ્યારે કંઈ કમ્પોઝ કરવાની કોશિશ કરે છે. તો એ વિÎનેશ્વરા મંત્રણ સાથે શરૂઆત કરે છે, મને લાગ્યું એ આ મંત્ર જ વગાડવાની શરૂઆત કરે છે.”આગળ શ્રૃતિએ લખ્યું, “અચાનક, મને સમજાયું કે એ અપ્પાનું ગીત હતું..અને એ ક્ષણ ઘણી ખાસ હતી.
થેંક યુ સર, તમારી અને તમારી સમગ્ર ટીમની એ દિવસે કરુણા અને પ્રેમ અને હુંફ માટે. તમે આ ટ્રેક સાંભળો એના માટે હું આતુર છું.” અગાઉ તેની યુટ્યુબ ચેનલ પર પણ તેણે એક વીડિયો શેર કર્યાે હતો, જેમાં તે ગીત ગાતી સંભળાય છે.SS1MS
