બોલિવૂડમાં કોઈ કોઈને મદદ કરતું નથી: અર્શદ વારસી
મુંબઈ, અર્શદ વારસીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં એક્ટર્સના કલાકારો ઇન્ડસ્ટ્રીમાં આવે ત્યારે તેમનામાં સંઘર્ષ અને અનુભવનો અભાવ હોવાની વાત કરી છે. ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ અંગે વારંવાર ચર્ચાઓ થતી રહે છે.
ત્યારે અર્શદ વારસીએ કહ્યું છે કે બોલિવૂડમાં કોઈ કોઇનું નથી.પોતાના બાળકો પણ એક્ટર્સ બનવા માગે છે, તે અંગે ઇન્ટરવ્યુમાં કહ્યું, “હા, મારો દિકરો અને દિકરી બંને એક્ટિંગ કરવા માગે છે. મારો દિકરો હાલ સિદ્ધાર્થ આનંદને આસિસ્ટ કરે છે, આ પહેલાં તે રાજુ હિરાનીને આસિસ્ટ કરી ચુક્યો છે. હા, હું બિલકુલ ડરું છું કે આજે આ કામ અઘરું થઈ ગયું છે.
એક્ટિંગ હવે સરળ કામ રહ્યું નથી કારણ કે સફળતાનો દર ઘણો ઓછો છે. ૧૫૦ કરોડમાંથી જૂજ લોકો એક્ટર બની શકે છે.”પોતાના બાળકોના નામ ડિરેક્ટર્સને સુચવીને તે તેમનું કામ સરળ કરી શકે છે, આ અંગે અર્શદે કહ્યું, “એહીં કોઈ કોઈને મદદ કરી શકતું નથી- તમારે જાતે જ તમારો રસ્તો બનાવવો પડે છે.
હું કોઈ ડિરેક્ટરને ફોન કરીને મારા બાળકોમાં સેંકડો કરોડ રોકવા ન કહી શકું. મારા દિકરા પર કોઈ સટ્ટો કેમ રમે? કોઈ ફિલ્મમેકરને એક સામાન્ય ફોન કરું તો પણ એનો અર્થ એ જ થયો કે હું તેમની પાસેથી તેઓ પોતાની ફિલ્મ માટે મારા બાળકોને મળે એવી અપેક્ષા રાખું છું, જે હું કરીશ નહીં.
કોઈ એવું કેમ કરશે? હું એમને એવું કહેવાનું કરું અને કોઈ ફિલ્મ મેકર એવું કેમ કરે? હું કોઈને મારા બાળકોના નામ કેમ સૂચવું?”અર્શદનો દિકરો ઝેકી ૨૧ વર્ષનો છે અને કેટલાંક વર્ષાેથી આસિસ્ટ કરી રહ્યો છે. તેની દિકરી ઝોઈ ૧૮ વર્ષની છે અને તે હજુ ભણે છે. અર્શદ કહે છે, બંનેને એક્ટિંગ કરવી છે.SS1MS
