અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને પહોંચ્યા ધર્મેન્દ્રના ઘરે
મુંબઈ, એક્ટર અમિતાભ બચ્ચન જુહુમાં બુધવારે સાંજે ગાડી ચલાવતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન ખુદ ગાડી ચલાવીને એક્ટર ધર્મેન્દ્રના ઘરે પહોંચ્યા હતા. બચ્ચનનો ઇલેક્ટ્રિક કાર ચલાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમણે લીલા રંગનું જેકેટ અને ટોપી પહેરેલી જોવા મળી હતી.
ધર્મેન્દ્ર બિમારી હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ૧૨ નવેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમણે જુહુ બંગલા પર પાછા ફર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ધર્મેન્દ્રના ઘર નજીક અમિતાભ બચ્ચનને જોતા મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ફિલ્મ ‘શોલે’ને કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે. ફિલ્મમાં તેમની જય અને વીરુની જોડી ખૂબ જ સફળ રહી હતી.
અમિતાભ અને ધર્મેન્દ્રએ ‘ગુડ્ડી’, ‘ચુપકે-ચુપકે’ જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. ધર્મેન્દ્ર અને અમિતાભ છેલ્લે ૧૯૮૦માં રીલિઝ થયેલી અને વિજય આનંદ દ્વારા દિગ્દર્શિત રામ બલરામમાં સાથે જોવા મળ્યા હતા.SS1MS
