ટેનેકો ક્લીન એર ઇન્ડિયાના IPOને અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો
ટેનેકો ક્લીન એર ઇન્ડિયા લિમિટેડના IPOને રિલાયન્સ સિક્યોરિટીઝ લિમિટેડ, ICICI ડાયરેક્ટ, SBI સિક્યોરિટીઝ, ચોઇસ બ્રોકિંગ અને કેનેરા બેંક સિક્યોરિટીઝ સહિતના અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી “સબ્સ્ક્રાઇબ”ની ભલામણ મળી છે.
મુંબઈ, રિલાયન્સ સિક્યોરિટીઝ લિમિટેડે જણાવ્યું છે કે, “ટેનેકો ક્લીન ઇન્ડિયા ઓટોમોટિવ ઉત્સર્જન નિયંત્રણના ક્ષેત્રમાં એક મજબૂત, ભવિષ્ય માટે તૈયાર કંપની તરીકે ઉભરી આવી છે, જેની પાછળનું કારણ તેની વૈશ્વિક વંશાવલી, વૈવિધ્યસભર પ્રોડક્ટ બેઝ અને અગ્રણી OEM સાથે ઊંડાણપૂર્વકનું જોડાણ છે.
કંપની ભારતના ચુસ્ત ઉત્સર્જન ધોરણો, ઉદ્યોગો માટે સ્વચ્છ-હવાની વધી રહેલી આવશ્યકતાઓ અને નિયમનકારી-અનુપાલન વાહન પ્રણાલીઓ તરફના વૈશ્વિક સંક્રમણ તરફ વ્યૂહાત્મક રીતે સ્થિત છે. મજબૂત ક્ષેત્રીય અનુકૂળતાઓ અને કંપનીના સુસ્થાપિત વૃદ્ધિ પ્લેટફોર્મના સમર્થન સાથે અમે સબ્સ્ક્રાઈબ રેટિંગની ભલામણ કરીએ છીએ.”
ICICI ડાયરેક્ટ જણાવે છે કે, “સ્વચ્છ હવા અને રાઈડ પર્ફોર્મન્સ સિસ્ટમ્સમાં તેના મજબૂત નેતૃત્વ અને લાંબા સમયથી ચાલતા OEM સંબંધોની મદદથી ટેનેકો આગામી વર્ષોમાં ટકાઉ વિકાસને ટેકો આપતી માળખાકીય અનુકૂળતાઓ સાથે ભારતના ઓટોમોટિવ ઇકોસિસ્ટમમાં પ્રવર્તમાન વલણોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. આકર્ષક મૂલ્યને જોતાં અમે ટેનેકો ક્લીન એર ઈન્ડિયા લિમિટેડ માટે સબ્સ્ક્રાઈબ રેટિંગની ભલામણ કરીએ છીએ, જેની પાછળ તેના મજબૂત વ્યવસાયિક મૂળભૂત ફંડામેન્ટલ, સ્વસ્થ 30%+ના વળતરના ગુણોત્તરની પ્રોફાઇલ અને નાણાકીય વર્ષ 2025ના આધારે લગભગ 29x P/E અને 19x EV/EBITDAના વાજબી મૂલ્યાંકનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.”
SBI સિક્યોરિટીઝ જણાવે છે કે, “ટેનેકો ગ્રુપનો ભાગ એવી ટેનેકો ઇન્ડિયા, બજારમાં અગ્રણી સ્થિતિ સાથે મહત્વપૂર્ણ, વધુ એન્જિનિયરિંગ સાથેની અને ટેકનોલોજી આધારિત સ્વચ્છ હવા, પાવરટ્રેન અને સસ્પેન્શન સોલ્યુશન્સની સપ્લાયર છે.
કંપની ભારતીય OEM માટે યોગ્ય ઉત્પાદનોના ડિઝાઇન અને નિર્માણ માટે તેના પેરેન્ટના 5,000 પેટન્ટ અને 7,500 ટ્રેડમાર્કનો અસરકારક રીતે ઉપયોગ કરે છે અને ભારતીય ઓટો ઉદ્યોગના પ્રીમિયમ બનવાના વધી રહેલા વલણનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. રૂપિયા 397ના ઉપલા પ્રાઇસ બેન્ડ પર, ઇશ્યૂનું મૂલ્ય નાણાકીય વર્ષ 2025 P/E અને EV/EBITDAના ગુણાંકમાં અનુક્રમે 29.0x અને 19.3x પર છે. અમે રોકાણકારોને ઇશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.”
ચોઇસ બ્રોકિંગનું માનીએ તો, “પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે, કંપની આશરે 28.1x ના P/E પર ટ્રેડિંગ કરી રહી છે, જે પીઅર ગ્રુપની એવરેજ કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે – અને તેનો EV/સેલ્સ મલ્ટિપલ પણ તુલનાત્મક કંપનીઓને નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપે છે. કંપનીના નફામાં 20%ના CAGR સાથે મજબૂત વધારો નોંધાયો છે.
નફાનું માર્જિન મજબૂત છે, ઋણ-ઇક્વિટીનો ગુણોત્તર નીચો રહ્યો છે, અને વ્યવસાય એવા ક્ષેત્રમાં કાર્યરત છે જે સાનુકૂળ વ્યાપક અનુકૂળતાઓનો આનંદ માણી રહ્યું છે, ખાસ કરીને સ્વચ્છ-હવાની ટેકનોલોજીમાં સહાયક સરકારી પગલાંની મદદથી. આ આધાર પર, અમે “સબ્સ્ક્રાઇબ”ની ભલામણ કરીએ છીએ.
કેનરા બેંક સિક્યોરિટીઝ જણાવે છે કે, “યુએસ સ્થિત ટેનેકો ગ્રુપ દ્વારા સમર્થિત અગ્રણી ટાયર-I ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક ટેનેકો ઇન્ડિયા લિમિટેડ લાંબા સમયગાળાની OEM ભાગીદારી અને વૈશ્વિક R&D પહોંચની મદદથી કોમર્શિયલ ટ્રકમાં 57%, ઓફ-હાઇવેમાં 68% અને PV શોક એબ્સોર્બર્સમાં 52%ની મજબૂત બજાર સ્થિતિ ધરાવે છે. ટેકનોલોજી અને IP (2.5% રોયલ્ટી અને રિન્યૂઅલના જોખમો) માટે તેના પેરેન્ટ પર નિર્ભરતા હોવા છતાં,
કંપની રૂપિયા 553 કરોડના PAT, 16.67%ના EBITDA માર્જિન, 12 પ્લાન્ટ અને 86% સ્થાનિક સોર્સિંગ સાથે મજબૂત ફંડામેન્ટલને જાળવી રાખે છે. રૂપિયા 397ના ઉપલા પ્રાઇસ બેન્ડ પર, વેલ્યુએશન 29xના P/E અને 12.7xના P/B સાથે આકર્ષક છે, જેની સામે તેના સમકક્ષના વેલ્યુએશન 48x અને 8.5x પર છે. અમે લિસ્ટિંગના લાભ અને લાંબા ગાળાની વૃદ્ધિ બંને માટે સબ્સ્ક્રાઈબ રેટિંગની ભલામણ કરીએ છીએ.”
