સરખેજમાં શકરી તળાવ ડેવલપમેન્ટનું કામ પૂર્ણઃ ટુંક સમયમાં લોકાર્પણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના તળાવો ડેવલપ કરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે ગાંધીનગર લોકસભાના સરખેજ વોર્ડમાં આવેલ શકરી તળાવને પણ ડેવલપ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેકટ માનવામાં આવે છે.
સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શકરી તળાવની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ટુંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ તળાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. શકરી લેક રૂ.૧૭.પ૦ કરોડના ખર્ચથી તૈયાર થયું છે તેમાં અંદાજે પપ૦૦ ચો.મી. નો બગીચો બનાવવામાં આવ્યો છે તેમજ બાળકો માટે રમકડાં પણ મુકવામાં આવ્યા છે.
તળાવની બે ફુવારા તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટના કામ ઝડપથી પૂર્ણ થઈ રહયા છે તેનું મુખ્ય કારણ એ છે કે અમિતભાઈ શાહ આ બાબતે અંગત રસ લઈ રહયા છે અને જયારે અમદાવાદ આવે ત્યારે જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે મીટીંગ કરી પ્રોજેકટની ચર્ચા કરતા રહે છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્વિમઝોનના સરખેજ વોર્ડમાં નીચે જણાવ્યા મુજબ શકરી તળાવ ડેવલપ કરવામાં આવ્યું છે.
– દ.૫.ઝોનમાં સરખેજ વોર્ડમાં આવેલ સકરી તળાવ ડેવલપ કરવાની કામગીરી બે ફેઝમાં કુલ રૂ. ૧૭.૫૦ કરોડનાં ખર્ચે કરવામાં આવેલ છે.
– કુલ ક્ષેત્રફળ – ૭૮૮૫૮.૪૯ ચો.મી પૈકી ૩૪૬૭૬.૫૯ ચો.મી ક્ષેત્રફળમાં તળાવ ડેવલપ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની કામગીરી કરાવેલ છે.
– તળાવ ઉડું કરી સ્ટોન મેશનરી, ટો-વોલ બનાવી.
– તળાવની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી કુલ ૩ ગેટ બનાવ્યા.
– તળાવમાં ફરતે નાગરીકો માટે વોક-વે, તળાવના ઘાટ તથા ૨ નંગ ગઝેબો બનાવેલ છે.
– પીવાના પાણીની એરીયા,તથા મેઈન એન્ટ્રી પ્લાઝા તથા ૨ નંગ સ્ત્રી તથા પુરુષો માટે શૌચાલય બનાવેલ છે.
– બાળકો માટે રમત ગમતનું મેદાન બનાવી તેમા રમત ગમતના સાધનો ઉપલબ્ધ કરાવેલ છે.
– સરખેજ ગામ તરફ એ.એમ.ટી.એસ.નું બસ સ્ટેશન હોવાથી સદર ભાગમાં ઇઝ્રઝ્રનું પ્લેટફોર્મ બનાવેલ
– તળાવમાં બે નંગ વોટર ફાઉન્ટન મુકવામાં આવેલ છે.
– ૫૫૦૦.૦૦ ચો.મી ક્ષેત્રફળ માં બગીચો બનાવવામાં આવેલ છે.
– સદર તળાવ ડેવલોપ થવાથી સરખેજ ગામ તેમજ આસપાસના સ્થાનિક રહીશોની સુખાકારીમાં વધારો થશે. તથા આસપાસની આશરે ૩૫ હજાર જેટલી વસ્તીને લાભ મળશે.
