શીલજમાં રૂ.૧૬ કરોડના ખર્ચે નવું સ્મશાન ગૃહ તૈયાર
થલતેજ વિસ્તારમાં એક જ સ્મશાન ગૃહ હોવાથી એસ.જી હાઇવે પર થલતેજ, શીલજ, બોપલ, ઘુમા, ભાડજ સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોના કોઈપણ પરિવારમાંથી કોઇનું નિધન થાય તો તેમના અંતિમવિધિ માટે થલતેજ સ્મશાન ગૃહ ખાતે જવું પડતું હતું,
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં શીલજ, હેબતપુર, ભાડજ સહિતના વિસ્તારોમાં મૃતક ની અંતિમ વિધિ માટે થલતેજ સ્મશાન સુધી લોકોને આવવું પડતું હતું. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શીલજ વિસ્તારમાં રૂ.૧૬.૧૭ કરોડના ખર્ચે શીલજ સ્મશાન બનાવ્યું છે. આગામી એક અઠવાડિયામાં સ્મશાન મૃતકો ની અંતિમ વિધિ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.
આ ઉપરાંત કાલુપૂર વિસ્તારના દબાણો દૂર કરવા અને સી.એચ.સી.ના ગાયનેક વોર્ડ ના એસ.સી.કરવા માટે સ્ટેન્ડિંગ કમીટી ની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્મશાન બનવાના કારણે થલતેજ, શીલજ, હેબતપુર, ઘુમા સહિતના વિસ્તારોમાં મૃતકોની અંતિમ વિધિ માટે થલતેજ સ્મશાન સુધી જવું પડશે નહીં.
The Amdavad Municipal Corporation (AMC) has constructed a new crematorium in the Shilaj area of Thaltej Ward, under the North-West Zone, to cater to the growing population of the area. The project, designed by Parekh Associates, was executed at an estimated and tendered cost of ₹16.17 crore.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, થલતેજ વિસ્તારમાં એક જ સ્મશાન ગૃહ હોવાથી એસ.જી હાઇવે પર થલતેજ, શીલજ, બોપલ, ઘુમા, ભાડજ સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોના કોઈપણ પરિવારમાંથી કોઇનું નિધન થાય તો તેમના અંતિમવિધિ માટે થલતેજ સ્મશાન ગૃહ ખાતે જવું પડતું હતું, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શીલજ ખાતે નવું સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય લીધો હતો. રૂ. ૧૬.૧૭ કરોડના ખર્ચે અધ્યતન સુવિધા સાથેનું નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું છે.
આ સ્મશાન બનવાના કારણે થલતેજ, શીલજ, હેબતપુર, ઘુમા સહિતના વિસ્તારોમાં મૃતકોની અંતિમ વિધિ માટે થલતેજ સ્મશાન સુધી જવું પડશે નહીં. શહેરમાં આવેલા ૧૨ જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક વિભાગ અને સંપૂર્ણપણે એક મહિનામાં વાતાનુકુલીત કરી દેવામાં આવશે. જેથી લોકોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો સુધી ડિલિવરી માટે જવું પડશે નહીં.
શહેરના કાલુપુર રેલવે સ્ટેશનની બહારના ભાગે કેટલીક લારીઓનું દબાણ હોવા અંગેની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશનના ૧૦૦ મીટરના પટ્ટામાં અનેક લારીઓ રોડ ઉપર ઉભી રહે છે.
જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. જેથી એસ્ટેટ વિભાગની ટીમને કમિટીમાં સૂચના આપવામાં આવી હતી કે, કાલુપુર રેલવે સ્ટેશનની બહાર જેટલી પણ લારીઓ છે તેના દબાણો અને ત્યાંથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા સહિતના મધ્ય ઝોનના જેટલા પણ દબાણ છે તે રોડ પરના દબાણોને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
